Vadodara

ગંભીરા બ્રિજ દુર્ઘટના બાદ અનેક વર્ગના લોકો મુશ્કેલીમાં મૂકાયા

વૈકલ્પિક રસ્તો બનાવવાની માંગ સાથે જિ.પંચાયત સદસ્યની કલેક્ટરને રજૂઆત :

રોજબરોજ શાકભાજી લઈ આવતા ખેડૂતો હાલાકી વેઠવા મજબુર :

( પ્રતિનિધી )વડોદરા,તા.11

ગંભીરા બ્રિજ તૂટી પડ્યા બાદ ધંધાકિય દુકાનદારો તેમજ નાની હોટલો ચલાવી પોતાના પરીવારનું ગુજરાન ચલાવતા નાના ધંધાદારીઓને પોતાના ધંધા બંધ કરવા પડે તેવી પરિસ્થિતિ ઉભી થઈ છે. ત્યારે, વિલંબ કર્યા સિવાય તાત્કાલિક ધોરણે વૈકલ્પિક માર્ગ બનાવવાની માંગ સાથે જિલ્લા પંચાયતના સદસ્ય દ્વારા ગ્રામજનો સાથે જિલ્લા કલેક્ટરને રજૂઆત કરવામાં આવી હતી.

મધ્ય ગુજરાતના આણંદ જીલ્લાનાં હજારો કામદારો પોતાના પરિવારનું ગુજરાન ચલાવી શકે તે માટે પાદરા પ્રાઈવેટ કંપનીઓમાં નોકરી અર્થે ફરજ બજાવવા આવે છે. પરંતુ આજે તેઓને અંદાજીત 60 કિ.મી થી પણ વધુ અંતર કાપવું પડતુ હોવાથી ખુબ કપરી પરિસ્થિતિનું નિર્માણ થયું છે. એજ્યુકેશન હબ વિદ્યાનગર મુકામે અભ્યાસ અર્થે જતા પાદરા તથા જંબુસર તાલુકાનાં હજારો વિદ્યાર્થીઓને ખુબજ ગંભીર પરિસ્થિતિનો સામનો કરવો પડે છે તેમજ તેઓના અભ્યાસમાં અસર પડે તેથી પરિસ્થિતિનું નિર્માણ થયુ છે. વધુમાં ખેતીવાડી કરી પોતાનું જીવન ગુજારતા હજારો ખેડુતો આણંદ જીલ્લામાથી ખેતીવાડી બજાર સમિતિ એપીએમસી પાદરા ખાતે રોજબરોજ શાકભાજી લઈ આવતા ખેડુતોને ખુબજ ગંભીર પરિસ્થિનો સામનો કરવો પડે છે. ધંધાકિય દુકાનદારો તેમજ નાની હોટલો ચલાવી પોતાના પરીવારના ગુજરાન કરતા નાના ધંધાદારીઓ ને પોતાના ધંધા બંધ કરવા પડે તેવી પરિસ્થિતિ ઉભી થઈ છે. જેના સંદર્ભમાં સરકાર દ્વારા કોઈ પણ જાતનો વિલંબ કર્યા સિવાય સમય મર્યાદા તાત્કાલિક ધોરણે વૈકલ્પિક માર્ગ બનાવવા સંબંધીત તમામ ડિપાર્ટમેન્ટ સાથે સંકલન કરી વૈકલ્પિક માર્ગ બને તેવી અપિલ સાથે જિલ્લા પંચાયત સદસ્ય હર્ષદસિંહ પરમાર દ્વારા જિલ્લા કલેકટરને આવેદન પત્ર પાઠવી રજૂઆત કરવામાં આવી હતી.

Most Popular

To Top