બુધવારે સવારે વડોદરાથી પાદરાને જોડતા ગંભીરા પુલનો વચ્ચેનો ભાગ અચાનક ધારાશાયી થયો


(પ્રતિનિધિ) વડોદરા તા.09
બુધવારે સવારે 7:45 વાગ્યાની આસપાસ વડોદરાથી પાદરાને જોડતા ગંભીરા બ્રિજનો વચ્ચેનો ભાગ અચાનક ધરાશાયી થતાં ચાર થી પાંચ વાહનો મહિસાગર નદીમાં ખાબક્યા હતા જેમાં નવ જેટલા લોકોના કરુણ મોત નિપજ્યા છે જ્યારે છ જેટલા લોકો ઇજાગ્રસ્ત થતાં તેઓને તાત્કાલિક એમ્બ્યુલન્સ મારફતે વડોદરા શહેરના એસ.એસ.જી.હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે. ઘટનાસ્થળે વડોદરાની એન ડી આર એફ, એસ.ડી.આર.એફ.તથા આણંદ, બોરસદ પોલીસ ઉપરાંત સ્થાનિક લોકો દ્વારા બચાવ અને રાહત કામગીરી યુદ્ધના ધોરણે હાથ ધરવામાં આવી રહી છે વાહનો સહિત અંદર લોકોને બચાવવા તથા મૃતદેહને બહાર કાઢવામાં આવી રહ્યા છે. સમગ્ર મામલે મુખ્યમંત્રી તથા ગૃહમંત્રી સ્થાનિક સાંસદ, ધારાસભ્યો, પદાધિકારીઓ ની ટીમ ઘટનાસ્થળે જ હાજર છે.

આ બ્રિજ આશરે 40 વર્ષ જૂનો હોવાનું તથા તાજેતરમાં તેનું સમારકામ કરાયું હોવાનું જાણવા મળ્યું છે. ચોમાસામાં વરસાદ તથા જૂના બ્રિજને કારણે દુર્ઘટના સર્જાઈ હોવાનું પ્રાથમિક તબક્કે જાણવા મળ્યું છે જો કે તમામ બાબતે તપાસ બાદ જ સાચું કારણ જાણવા મળશે.
ઈજાગ્રસ્તોની યાદી
૧. સોનલબેન રમેશભાઈ પઢિયાર, ઉં. વ. ૪૫, ગામ-દરિયાપુરા
૨. નરેન્દ્રસિંહ રતનસિંહ પરમાર, ઉં. વ. ૪૫, ગામ-દહેવાણ
૩. ગણપતસિંહ ખાનસિંહ રાજુલા, ઉં. વ. ૪૦, ગામ-રાજસ્થાન
૪. દિલીપભાઈ રામસિંહ પઢિયાર, ઉં. વ. ૩૫, ગામ-નાની શેરડી
૫. રાજુભાઈ ડુડાભાઇ, ઉં. વ. ૩૦, ગામ-દ્વારકા
૬. રાજેશભાઈ ઈશ્વરભાઈ ચાવડા, ઉં. વ. ૪૫, ગામ-દેવાપુરા
- ગંભીરા બ્રિજ દુર્ઘટનામાં મૃતકોની યાદી
૧. વૈદિકા રમેશભાઈ પઢીયાર, ઉં. વ.- , ગામ-દરિયાપુરા
૨. નૈતિક રમેશભાઈ પઢીયાર, ઉં. વ.- , ગામ-દરિયાપુરા
૩. હસમુખભાઈ મહીજીભાઈ પરમાર, ઉં. વ.- , ગામ-મજાતણ
૪. રમેશભાઈ દલપતભાઈ પઢીયાર, ઉં. વ.૩૨, ગામ-દરિયાપુરા
૫. વખતસિંહ મનુસિંહ જાદવ, ઉં. વ. , ગામ-કાન્હવા
૬. પ્રવિણભાઈ રાવજીભાઈ જાદવ, ઉં. વ.૨૬, ગામ-ઉંડેલ
૭. અજાણ્યા ઇસમ
૮. અજાણ્યા ઇસમ - ૯ એક બાળકી