ડભોઇ: મોદી સરકાર ધ્વારા 17 મી સપ્ટેમ્બર થી 02 ઓકટોબર સુધી સ્વચ્છતા હી સેવા કાર્યક્રમ અંતર્ગત દેશમા સ્વચ્છતા અભિયાન ચલાવાઇ રહ્યુ છે. જેના ભાગરુપે ડભોઇ નગર પાલિકા દ્વારા પણ કામને બદલે નાટકનો સહારો લઈ મોદીના અભિયાનને સાર્થક બનાવવા શેરી નાટકના સહારે જનજાગૃતિ આણવાનો હાસ્યાસ્પદ પ્રયાસ કરાઇ રહ્યો છે. નગરના લોકોમા જ સ્વચ્છતાની ઉણપ કે સમજ ના હોવાનુ ચિત્ર ઉપસાવી ડભોઇ નગર પાલિકા વેઠ ઉતાર કામગીરી થી દિવસો પસાર કરતા લોકો મા આશ્ચર્ય થવા પામ્યુ છે.
વર્ષ 2024 ને સ્વચ્છતા ભારત મિશનના દસ વર્ષની ઉજવણીના ભાગરુપે 17 મી સપ્ટેમ્બર વડાપ્રધાન મોદીના જન્મદિન થી 02 ઓકટોબર રાષ્ટ્રપિતા ગાંધીજીની જન્મજયંતિ સુધી સ્વચ્છતા અભિયાન ચલાવવાનુ નક્કી કરાયુ છે. જેના ભાગરુપે ગુજરાતની તમામ નગર પાલિકાઓ પણ સ્વચ્છતા માટે કામગીરીમા જોતરાઇ ગઈ છે.ત્યારે ડભોઇ ની કૌમુદીસોસાયટી,મોટાભીલવાગા,કાજીવાડા,વસઈવાલા જીન,ઇદગાહ વિસ્તાર,દેસાઇયાર્ડ સહીત ના વિસ્તારો દુર્ગંધયુક્ત ડ્રેનેજના રેલાઓથી ત્રાહીમામ પોકારી ગયા છે. મોડલફાર્મ માર્ગ પર પાલિકાની ડમ્પીંગ સાઇટ પર મુખ્યમાર્ગ પર જ કચરા અને ગંદકીના ઢગથી રાહદારીઓ પરેશાન છે. જેની સામે પરીણામલક્ષી નક્કર કામગીરી કરવાને બદલે ડભોઇ ના હાર્દસમા ટાવર ચોક મા પાલિકા ધ્વારા સ્વચ્છતાની જાગૃતિ અર્થે શેરી નાટકની મંડળી ધ્વારા નાટક ભજવી વેઠ ઉતાર કામગીરી કરી નગરના લોકોને ઉંધા ચશ્મા પહેરાવવાનો જ પ્રયાસ કરાયો હતો.જેથી સરકાર ના સ્વચ્છતા મિશન ની કામગીરી પોકળ સાબિત થઈ રહી છે.
ગંદકીથી ખદબદતા ડભોઇ નગરની સ્વચ્છતા માટે નાટક મંડળીનો સહારો !
By
Posted on