Vadodara

ખોડીયાર નગરમાં કારચાલકે ત્રણ વાહનોને અડફેટમાં લીધા, વૃદ્ધ ઇજાગ્રસ્ત

આ શું થઈ રહ્યું છે રોજે રોજ ? શું રાત્રે ચાલવું એ પણ જોખમી છે?
અકસ્માત પછી ભાગતા કાર ચાલકને આસપાસના લોકોએ પકડી પોલીસને સોંપ્યો, પોલીસે આગળની તપાસ શરૂ કરી


વડોદરા: શહેરના ખોડીયાર નગર વિસ્તારમાં રાત્રીના સમયે મુખ્ય માર્ગ પર એક ફોરવ્હીલ ચાલક દ્વારા ત્રણ વાહનોને અડફેટમાં લેવામાં આવ્યા હતા. આ ઘટનામાં એક વૃદ્ધ વ્યક્તિને ઈજા થઈ હતી, જેને તુરંત હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.

આ અકસ્માત સર્જનાર ચાલક ઘટના સ્થળેથી ભાગવાનો પ્રયાસ કરતો હતો, પરંતુ આસપાસના લોકોએ તેને પકડી પાડ્યો અને પોલીસને સોંપી દીધો. બાપોદ પોલીસની ટીમે ઘટનાની ખબર મળતાની સાથે જ સ્થળે પહોંચી વધુ કાર્યવાહી હાથ ધરી છે. લોકોનો આરોપ છે કે ચાલક નશાની હાલતમાં હતો. હાલમાં પોલીસ કાર ચાલક સાથે આગળની તપાસ કરી રહી છે.

આવા અવારનવાર અકસ્માતોને કારણે લોકો ભયભીત થયા છે અને રાત્રિ દરમિયાન પણ પોલીસની કામગીરી પર સવાલ ઉભા થયા છે.

Most Popular

To Top