Kapadvanj

ખેડા સંસદીય વિભાગની સાંસદ પ્રીમિયર લીગ ક્રિકેટ ટૂર્નામેન્ટ કપડવંજમા યોજાઈ

કપડવંજમાં ખેડાના સાંસદ દેવુસિંહ ચૌહાણે પ્રથમ મેચનો પ્રારંભ કરાવ્યો

*ખેડા સંસદીય વિસ્તારની કુલ ૩૨ ટીમો વચ્ચે ક્રિકેટમેચ યોજાશે*

કપડવંજ: વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી રમતગમતના ક્ષેત્રો અને ખેલાડીઓને પ્રોત્સાહન આપી રહ્યા છે તેના ઉપક્રમે ખેડા જિલ્લામાં સાંસદ ખેલ સ્પર્ધા અંતર્ગત બે ટર્મથી ખેડા સંસદીય વિસ્તારમાં સાંસદ ખેલ સ્પર્ધાઓ યોજાઈ રહી છે. જેને ખેલ સ્પર્ધકો તરફથી જબરદસ્ત પ્રતિસાદ સાંપડી રહ્યો છે. આ વર્ષે સાંસદ ખેલ સ્પર્ધા અંતર્ગત સાંસદ પ્રીમિયર લીગ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરાયું હતુ જેમા કપડવંજ માં પૂર્વ કેન્દ્રીય મંત્રી અને ખેડાના સાંસદ દેવુસિંહ ચૌહાણે પ્રીમિયર ક્રિકેટ ટુર્નામેન્ટની પ્રથમ મેચનો શુભારંભ કરાવ્યો હતો.

આ પ્રસંગે કપડવંજ ધારાસભ્ય રાજેશ ઝાલા, માતર ધારાસભ્ય કલ્પેશભાઈ પરમાર, ખેડા કલેક્ટર, ખેડા જિલ્લા વિકાસ અધિકારી, અમુલ ડેરીના ચેરમેન વિપુલભાઈ પટેલ, પૂર્વ ધારાસભ્ય કનુભાઈ ડાભી પણ ઉપસ્થિત રહયા હતા
નોંધનીય છે કે ખેડા સંસદીય વિસ્તારમાં સમાવિષ્ટ વિધાનસભા વિસ્તારમાંથી કુલ ૩૨ ટીમોએ ભાગ લીધો હતો. આ તમામ મેચો કપડવંજમાં જ રમાશે.

Most Popular

To Top