
ખેડા તાલુકાના પથાપુરા અને કલોલી જવાનો માર્ગ હાલ સાબરમતી નદીના પાણી રોડ પર ફરી વળતા માર્ગ બંધ કરાવવામાં આવ્યો છે.હાલ રોડ પર પાણી ફરી વળતા રોડની બંને બાજુના ખેતરોમાં પણ પાણી ફરી વળતા હાલમાં ખેતરોમાં વધુ પાણી ભરાવવાના કારણે દરિયો લાગી રહ્યો છે.હાલમાં પાણી વધારો જોતા વાહન વ્યહવારની સાથે સામાન્ય વ્યક્તિ માટે પણ અવર જવર બંધ કરવામાં આવી છે.હજુ પણ જો પાણીની આવક વધશે તો પથાપુરા અને કલોલી ગામમાં પણ પાણી ઘુસી શકે છે.


કલોલીના ભાઠા વિસ્તારમા પણ પાણી ભરાઈ જતા સ્થાનિક લોકોને ભારે હલાકીનો સામનો કરવો પડે તેવી સ્થિતિ ઉભી થઈ છે.
ખેડા પ્રાંત અધિકારી સૂરજ બારોટ અને ખેડા મામલતદારે પથાપુરા જઈને સ્થળ નિરીક્ષણ કર્યું હતું.