નયનાબેન પટેલને ખેડા જિલ્લા ભાજપના પ્રમુખ તરીકે નિમણૂક કરવામાં આવ્યા છે. આ નિર્ણય ગુજરાત ભાજપના સંગઠન દ્વારા લેવામાં આવ્યો છે. નયનાબેન પટેલ અગાઉ જિલ્લા પંચાયતના પ્રમુખ રહી ચૂક્યા છે. તેમના કાર્યકાળ દરમિયાન ગ્રામ્ય વિસ્તારના વિકાસ માટે મહત્વપૂર્ણ યોગદાન આપ્યું છે.
તેમની નિમણૂકથી જિલ્લા સ્તરે ભાજપના સંગઠનને વધુ મજબૂત બનાવવાની આશા છે.
આ નિમણૂક ગુજરાત ભાજપના સંગઠનના ઘ્વારા લેવાયો છે. અગાઉ ભાજપે જ્યારે જિલ્લા પ્રમુખોની જાહેરાત કરી હતી તે સમયે ખેડા જિલ્લાની જાહેરાત બાકી રાખવામાં આવી હતી. આ વખતે થોડા દિવસો બાદ ભાજપ દ્વારા તમામ પાસા સાચવી અને પાટીદાર કાર્ડ તરીકે નયનાબેન પટેલને પક્ષની કમાન સોંપી છે. આ તરફ નયનાબેન વહીવટી રીતે ખાસ તો બહોળો અનુભવ ધરાવે છે.