Charotar

ખેડાના રસીકપુરા ગામમાં સાબરમતી નદીના પાણી ઘુસ્યા

સાબરમતી નદીનું રૌદ્ર સ્વરુપ જોવા મળ્યું

ખેડા પાસેથી પસાર થતી સાબરમતી નદીમાં ઘોડાપુર આવ્યા છે. નદીના ધસમસતા પાણી કાંઠા છોડી નજીકના ગામમાં ઘુસવા લાગતા તંત્રમાં દોડધામ મચી છે. ખાસ કરી રસીકપુરાની સ્થિતિ ગંભીર બની

ખેડા જીલ્લામાં સાબરમતી નદી ઑવરફ્લો થતા રસીકપુરા ગામમા તેના પાણી ઘુસ્યા છે.
અલબત્ત રસિકપુરા ગામમાં ખેડા પોલીસ દ્વારા લાઉડસ્પીકર સૂચના આપીને લોકોએ અન્ય સ્થળે ખસેડવામાં માટે અપીલ કરી તંત્રને સહકાર આપવા વિનંતી કરી હતી. તેના પગલે ઘણા ખરા ગ્રામજનો ઉચાણવાળા વિસ્તારમાં જતા રહ્યા હતા.

સાબરમતી ઓવરફ્લોના આકાશી દ્રશ્યોમાં તેનું રૌદ્ર દેખાય છે. સાબરમતી ભયાનક સ્થિતિમા વહેતી હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા હતા.

Most Popular

To Top