Vadodara

ખુરાના ગ્રુપ અને માધવ કન્સ્ટ્રક્શન ઉપર આયકર વિભાગનું મેગા સર્ચ 

  • વડોદરા અમદાવાદ સહીત 27 સ્થળોએ ઓપરેશન 
  • બાંધકામ અને સોલાર પેનલનું કામ કરતી કંપનીઓમાંથી મોટો બેનામી વ્યવહાર મળે તેવી આશંકા 
  • વડોદરાના સુભાનપુરા સ્થિત ઓફિસ ખાતે સવારથી તપાસ 

રાજ્યમાં મોટું નામ ધરાવતા ખુરાના ગ્રુપ અને માધવ કન્સ્ટ્રક્શન કંપની ઉપર ઈન્ક્મ ટેક્ષ વિભાગ દ્વારા સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે. વડોદરા ખાતે સુભાનપુરા વિસ્તારમાં આવેલી ઓફિસ ખાતે પણ ઈન્ક્મ ટેક્ષ વિભાગની ટિમ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે. 

ઈન્ક્મ ટેક્ષ વિભાગ દ્વારા ખુરાના ગ્રુપ અને માધવ કંસ્ટ્રકશકન કંપનીની 27 જેટલી ઓફિસો ઉપર દરોડા પાડવામાં આવ્યા છે. વડોદરા , અમદાવાદ માં આવેલી ઓફિસો ઉપર પણ સર્ચ ઓપરેશન ચાલી રહ્યું છે. વહેલી સવારથી ઈન્ક્મ ટેક્ષ વિભાગે કાર્યવાહી શરુ કરી હતી. વડોદરાના સુભાનપુરા વિસ્તારમાં આવેલી ઓફિસ ખાતે સવારથી અધિકારીઓ પહોંચી ગયા હતા અને તપાસ શરુ કરી દીધી હતી. ઓફિસની બહાર પોલીસ બંદોબસ્ત પણ મૂકી દેવામાં આવ્યો હતો. ઇન્કમ ટેક્ષ વિભાગને સર્ચ દરમિયાન મોટા બેનામી વ્યવહારો મળે તેવી શક્યતાઓ જણાઈ રહી છે. જો કે હાલ આ ઓપરેશન કેટલા દિવસ ચાલે છે તે કહી શકાય તેમ નથી. 

Most Popular

To Top