Vadodara

ખાસ રેવન્યુ કોર્ટની ત્રીજા તબક્કાની કાર્યવાહીના અંતે ૧૯૮ કેસો ઠરાવ ઉપર આવ્યા


*ત્રણ તબક્કાની કાર્યવાહીના અંતે કુલ ૪૭૫ કેસોને ઠરાવ ઉપર લેવાયા*

વડોદરા મહેસુલી તંત્રમાં પડતર રહેલા આરટીએસના કેસોના નિકાલ માટે ઉભી કરવામાં આવેલી ખાસ રેવન્યુ કોર્ટની ત્રીજા તબક્કાની કાર્યવાહીના અંતે ૧૯૮ કેસોને ઠરાવ ઉપર લેવામાં આવ્યા છે.

કલેક્ટર ડો. અનિલ ધામેલિયા અને નિવાસી અધિક કલેક્ટર બી. એસ. પટેલે આજ શુક્રવારે સવારે સરકારી નર્સિંગ કોલેજ ખાતે ચાલી રહેલી ખાસ રેવન્યુ કોર્ટની કાર્યવાહીનું નિરીક્ષણ કર્યું હતું અને અરજદારો સાથે સંવાદ સાધ્યો હતો.

વડોદરામાં રાઇટ્સ ઓફ રેકર્ડ એન્ડ ટેનન્સીના ૧૫૬૦ કેસોનો ઝૂંબેશ સ્વરૂપે નિકાલ કરવા માટે આ ખાસ રેવન્યુ કોર્ટની રચના કરવામાં આવી છે અને આ કોર્ટની કાર્યવાહીનો આજે ત્રીજો તબક્કો હતો.

પ્રથમ તબક્કામાં ૭૧ અને બીજા તબક્કામાં ૨૦૬ આરટીએસ કેસોને ઠરાવ ઉપર લેવામાં આવ્યા હતા. બાદ ત્રીજા તબક્કાના અંતે કુલ ૧૯૮ કેસ ઠરાવ ઉપર લેવામાં આવ્યા છે. આ ત્રણ તબક્કાની કાર્યવાહીના અંતે કુલ ૪૭૫ કેસો ઠરાવ ઉપર આવ્યા છે.
૦૦૦૦

Most Popular

To Top