ખેડા બાદ મહીસાગર જિલ્લામાં પણ ચાંદીપુરમનો પગપેસારો
આઠ વર્ષના બાળકને લુણાવાડા હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યો
(પ્રતિનિધિ) ખાનપુર તા.19
રાજ્યમાં ચાંદીપુરમ વાયરસ તેનું વિકરાળ સ્વરૂપ ધારણ કરી રહ્યો છે. ખેડા જિલ્લાના કપડવંજ બાદ પડોશી જિલ્લા મહિસાગર પણ દેખા દઇ રહ્યો છે. મહીસાગર જિલ્લાના ખાનપુર તાલુકાના ભાદરોડ ગામમાં આઠ વર્ષિય બાળકને ચાંદીપુરમના લક્ષણ દેખાતા તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યારે બનાવના પગલે આરોગ્ય ટીમ હરકતમાં આવી હતી.
મહીસાગર જિલ્લામાં ચાંદીપુરમનો શંકાસ્પદ વધુ 1 કેસ સામે આવ્યો છે. ખાનપુર તાલુકાના ભાદરોડ ગામમાં શંકાસ્પદ કેસ મળતાં ગભરાટની લાગણી જોવા મળી રહી છે. ગામના આઠ વર્ષના બાળકને શંકાસ્પદ ચાંદીપુરમના રોગનાં લક્ષણો જોવા મળતાં તેને સારવાર અર્થે લુણાવાડાની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો.છે.
મહીસાગર જિલ્લામાં ચાદીપુરમનો કેહર ધીમે ધીમે વધતાં જીલ્લાનું વહીવટી તંત્ર અને આરોગ્ય વિભાગ સક્રિય બન્યાં છે. આરોગ્ય વિભાગ દ્વારા મેલેથ્યન પાવડરનું ડસ્ટીગ નું છંટકાવની કામ ગીરી હાથ ધરવામાં આવી છે. મહીસાગર જીલ્લામા કુલ 4 જેટલાં શંકાસ્પદ ચાંદીપુરમના કેસ જોવા મળ્યા છે. જેમાં 1 બાળકીનુ મોત પણ નિપજ્યું છે.