Vadodara

ખાનગી શાળાઓ FRC ના નિયમોને અનુસરશે નહીં તો માન્યતા રદ્દ કરવા સુધીની કાર્યવાહી થશે: શિક્ષણ મંત્રી ડિંડોર

નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ, વડોદરા સંચાલિત ૧૨ શાળા મકાનના ખાતમુહુર્ત અને ૦૬ શાળાના નવીન મકાનના લોકાર્પણનો કાર્યક્રમ યોજાયો

વડોદરા: નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ, વડોદરા સંચાલિત ૧૨ શાળા મકાનના ખાતમુહુર્ત અને ૦૬ શાળાના નવીન મકાનના લોકાર્પણનો કાર્યક્રમ ગુરુવારના રોજ સાંજે પંડિત દીનદયાળ ઉપાધ્યાય ઓડીટોરીયમ, વડોદરા ખાતે કેબીનેટ કક્ષાના શિક્ષણમંત્રી કુબેરભાઈ ડિંડોર તથા ગૃહરાજ્ય મંત્રી હર્ષભાઈ સંઘવીની ઉપસ્થિતિમાં યોજાયો હતો.


રાજ્યના શિક્ષણમંત્રી કુબેર ડિંડોરે શાળાઓનું લોકાર્પણ કર્યા બાદ સંબોધન કરતા જણાવ્યું હતું કે રાજ્યમાં સરકારી શાળામાં શિક્ષણ નું સ્તર સુધરે તે માટે સરકાર ચિંતિત છે. સરકારી શાળાઓમાં ઈન્ફ્રાસ્ટ્રક્ચર સુધારવા માટે સરકાર કામગીરી કરી રહી છે. ખાનગી શાળાઓ FRC ના નિયમોને અનુસરશે નહીં શાળાની માન્યતા રદ્દ કરવા સુધી ની કાર્યવાહી પણ કરવામાં આવશે. રાજ્યમાં શિક્ષકોની ઘટ પૂરી કરવા માટે હાલ દસ્તાવેજ ચકાસણી ની કામગીરી ચાલી રહી છે કચ્છ માં શિક્ષકોને લઈને જ વિષય છે તેના માટે કચ્છ માટે અલાયદા શિક્ષકોની ભરતી કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. ફક્ત કચ્છ માટે 2500 જેટલા કાયમી શિક્ષકોની ભરતી કરવાનો સરકાર દ્વારા આયોજન કરવામાં આવ્યું છે.


નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ, વડોદરા સંચાલિત ૧૨ શાળા મકાનના ખાતમુહુર્ત અને ૦૬ શાળા નવીન મકાનનું લોકાર્પણ ગુજરાત રાજ્યના કેબીનેટ શિક્ષણમંત્રી કુબેરભાઈ ડિંડોર, ગૃહ રાજ્યમંત્રી હર્ષભાઈ સંઘવીના હસ્તે કરવામાં આવ્યું હતું. જેમાં ગુજરાત વિધાનસભાના મુખ્ય દંડક બાળકૃષ્ણ શુક્લ, શહેરના મેયર પીન્કીબેન સોની, સાંસદ ડો. હેમાંગભાઈ જોષી, ધારાસભ્ય યોગેશભાઈ પટેલ, કેયુરભાઈ રોકડિયા, સ્થાયી સમિતિના અધ્યક્ષ ડો. શીતલભાઈ મિસ્ત્રી, શાસક પક્ષના નેતા મનોજભાઈ પટેલ, દંડક શૈલેષભાઈ પાટીલ, મ્યુ. કમિશનર દિલીપ રાણા ઉપસ્થિત રહ્યા હતા.

Most Popular

To Top