ગત મે મહિનામાં સ્ટાફના વ્યવહાર પેટે રૂ.2,00,000 ની લાંચ લેતા એસીબીએ ઝડપી પાડ્યા હતા
(પ્રતિનિધિ) વડોદરા તા. 24
શહેરના મકરપુરા વિસ્તારમાં રહેતા ફરિયાદીએ પોતાની માલિકીની જગ્યામાં રેતીનો સ્ટોક કરવા માટે ખાણખનીજ વિભાગ, વડોદરા ને ઓનલાઇન અરજી કરી હતી આ કેસમાં સિનિયર ક્લાર્ક દ્વારા અરજી મંજૂર કરવા પેટે સ્ટાફના વ્વહવાર માટે રૂ.2,00,000ની માંગણી કરી હતી પરંતુ ફરિયાદી લાંચ આપવા માંગતો ન હોય તેણે એન્ટિ કરપ્શન બ્યુરોનો સંપર્ક કરતાં એસીબી દ્વારા છટકું ગોઠવી લાંચની રકમ સ્વિકારતા ઝડપી પાડ્યા હતા આ કેસમાં બે ભાગતા ફરતા આરોપીએ આગોતરા જામીન અરજી ગુજરાત હાઇકોર્ટમાં તથા એક જેલમાં છે તે આરોપી દ્વારા નિયમિત જામીન અરજી કરવામાં આવી હતી જેમાં સરકારી વકીલની રજૂઆતોને ધ્યાનમાં રાખીને આગોતરા તથા નિયમિત જામીન અરજી નામંજૂર કરવામાં આવી.
શહેરના મકરપુરા ખાતે રહેતા મૂળ કરજણ તાલુકાના પાછીયાપુરા ગામના રેતીના વેપારી પીયુષકુમાર મહેન્દ્રભાઇ પટેલ પોતાની માલિકીની જગ્યા ધરાવે છે તેઓએ પોતાની જગ્યામાં રેતીનો સ્ટોક કરવા માટે ઓનલાઇન ખાણખનીજ વિભાગ, વડોદરા કુબેરભવન આઠમા માળે એસ.ટી.ક્યુ.એલ.(સ્ટોક કોડ નં.) મેળવવા અરજી કરી હતી આ કેસમાં જરૂરી ડોક્યુમેન્ટ્સ સાથે ત્રણ ફાઇલો બનાવી ખાણખનીજ વિભાગમાં આપી હતી જે ફાઇલ મંજૂર કરવા માટે સિનિયર ક્લાર્ક યુવરાજસિંહ ગોહિલે ફાઇલ મંજૂર કરવા માટે સ્ટાફ માટે રૂ.2,00,000ની લાંચની માગણી કરી હતી પરંતુ ફરિયાદી વેપારી લાંચ આપવા માંગતો ન હોય તેમણે એસીબીનો સંપર્ક કરતાં એસીબીએ ગત 12મે ના રોજ છટકું ગોઠવી સિનિયર ક્લાર્ક તથા વર્ગ -3ના આઇ .ટી.એક્ઝ્યુકિટીવ કિરણભાઇ કાંતિભાઇ પરમાર ને ઝડપી પાડ્યા હતા આ ગુનામાં ભાગતા ફરતા આરોપીઓ જેમાં ભૂસ્તરશાસ્ત્રી વર્ગ -2 રવિકુમાર કમલેશકુમાર મિસ્ત્રી તથા
રોયલ્ટી ઇન્સ્પેકટર સંકેતભાઇ પટેલ તરફથી ગુજરાત હાઇકોર્ટમાં આગોતરા જામીન અરજી મૂકવામાં આવી હતી જેમાં સરકારી વકીલની ધારદાર દલીલોને ધ્યાનમાં રાખીને બંને આરોપીઓના આગોતરા જામીન અરજી નામંજૂર કરવામાં આવ્યા છે જ્યારે આ ગુનામાં પકડાયેલ આરોપી કોમ્પ્યુટર ઓપરેટર (કરાર આધારિત) કિરણ કાંતિભાઇ પરમાર કે જેઓ જેલમાં છે તેમના તરફથી વકીલ મારફતે ગુજરાત હાઇકોર્ટમાં નિયમિત જામીન અરજી રજૂ કરાતાં સરકારી વકીલની દલીલોને ગ્રાહ્ય રાખી આરોપીના નિયમિત જામીન નામંજૂર કરવામાં આવ્યા છે.