(પ્રતિનિધિ) નડિયાદ, તા.26
નડિયાદ ટાઉન પોલીસે અચાનક શહેરના ખાડ વિસ્તારમાં બુટલેગરો પર તવાઈ બોલાવી છે. પોલીસ અસામાજીક તત્વો સામે કાર્યવાહી કરવા નીકળી હતી, તે દરમિયાન એક બુટલેગરના ઘરમાંથી તો આકસ્મિક દારૂ અને બિયરની બોટલો મળી આવતા ચકચાર મચી ગઈ છે.
મળતી માહિતી મુજબ નડિયાદ ટાઉન પોલીસના પી.આઈ. એમ. બી. ભરવાડ પોતાના કાફલા સાથે આજે બપોરે 4 વાગ્યાના અરસામાં એકાએક અસામાજીક તત્વો સામે કાર્યવાહીના ભાગરૂપે ખાડ વિસ્તારમાં પહોંચ્યા હતા. આ દરમિયાન પ્રથમ મહીન તળપદાના ઘરે તપાસ કરી હતી, તે બાદ આગળ પ્રદીપ ઉર્ફે પપ્પુ ઉર્ફે ભોણાની ઘરે તપાસ કરી હતી. જ્યાં આ બુટલેગર પ્રદીપના ઘરે પોલીસને લાઈવ કાર્યવાહી દરમિયાન વિદેશી દારૂના ક્વાટર અને બિયરોના ટીન મળી આવ્યા હતા. આ સિવાય રાહુલ ઉર્ફે બોડીગાર્ડના ઘરે પણ પોલીસની તપાસ ચાલુ છે. પોલીસ એમ.જી.વી.સી.એસ. અને મનપાની ટીમને સાથે રાખી કાર્યવાહી કરી રહી છે. હાલ પોલીસ દ્વારા અસામાજીક તત્વોના વિસ્તાર ગણાતા ખાડમાં સર્ચ ઓપરેશન કરી રહી છે. આ દરમિયાન પોલીસ અનેક બુટલેગરોના ત્યાં તપાસ કરશે. આ સાથે જ અત્રે હાલ પોલીસ પાંચેક ગાડીઓના કાફલા સાથે પહોંચી ગઈ છે.

