Vadodara

ખગોળીય ઘટના : ઓરિઓનિડ ઉલ્કાવર્ષાથી આકાશ ઝળહળી ઉઠ્યુ

( પ્રતિનિધિ )વડોદરા,તા.20

હેલીના ધૂમકેતુ દ્વારા છોડવામાં આવેલી તેની પૂંછડીની રજ આ મહિને પૃથ્વીના વાતાવરણમાં પ્રવેશીને સવારના આકાશને ઝળહળતું કર્યું હતું. ત્યારે આ ખગોળીય ઘટના પ્રખ્યાત ઓરી ઓનિડ ઉલ્કા વર્ષા બે દિવસ એટલે કે તારીખ 20-21 ઓક્ટોબરની રાત્રે તેની ચરમશીમાએ પહોંચી હતી. આ વર્ષે ચંદ્ર લગભગ સંપૂર્ણપણે અદ્રશ્ય હોવાથી આકાશી નજારો જોવા માટેની પરિસ્થિતિઓ અત્યંત આદર્શ બની હતી.

ઓરિઓનિડ ઉલ્કા વર્ષા ઇતિહાસના સૌથી પ્રખ્યાત ધૂમકેતુ હેલી સાથે જોડાયેલી છે. આ ધૂમકેતુ દર 76 વર્ષે સૂર્યની નજીકથી પસાર થાય છે. ત્યારે સૌર ગરમી તેના કેન્દ્રમાં રહેલા ધૂળથી સમૃદ્ધ બરફનું બાષ્પીભવન કરે છે. અને તેની ભ્રમણ કક્ષામાં અવશેષોનો એક લાંબો પટ્ટો છોડી જાય છે. પૃથ્વી આ અવશેષોના પ્રવાહને વર્ષમાં બે વાર પાર કરે છે. પ્રથમ ઓક્ટોબરમાં જ્યારે આપણે ધૂમકેતુના આવતા પ્રવાહને પાર કરીએ છીએ. જે ઓરિઓનિડ ઉલ્કા વર્ષાનું સર્જન કરે છે. સામાન્ય રીતે રેતીના કણ જેટલા હોય છે. પરંતુ તે લગભગ 61 કિલોમીટર પ્રતિ સેકન્ડ ની અકલ્પનીય ગતિય પ્રવાસ કરે છે. જ્યારે તે પૃથ્વીના વાતાવરણમાં પ્રવેશે છે. ત્યારે ઘર્ષણને કારણે પ્રકાશના તેજસ્વી ઝબકારા સાથે બાષ્પીભવન પામે છે. વટાણાના દાણા જેટલા મોટા ટુકડાઓ આકાશમાં તેજસ્વી અગન ગોળા બનાવી શકે છે. આ ઉલ્કાઓ માત્ર એક રાત્રીનો ચમત્કાર નથી. પરંતુ માનવ ઇતિહાસમાં સદીઓથી નોંધાયેલી એક ઘટના છે. આ ઉલ્કા વર્ષા નિહાળવા માટે સૌથી શ્રેષ્ઠ સમય 20 ઓક્ટોબરની મધ્યરાત્રી બાદ 2:00 વાગ્યાથી 21મી ઓક્ટોબર ની વહેલી સવાર સુધીનો જાણીતા ખગોળવિદોએ જણાવ્યું હતું. આ સમયગાળા દરમિયાન ઉલ્કાઓનું ઉદભવ બિંદુ દક્ષિણ આકાશમાં ઊંચી હશે. જેના કારણે વધુમાં વધુ ઉલ્કાઓ જોવાની તક મળશે શહેરના પ્રકાશથી દૂર અંધારા વાળા સ્થળેથી અવલોકન કરનારાઓ દર કલાકે લગભગ 20 જેટલી ઝડપી અને આકર્ષક ઉલ્કાઓ જોઈ શકશે.

Most Popular

To Top