મોચીવાડ અને ઝંડાચોક વિસ્તારના માર્ગો પર વરસાદી પાણીના કારણે નદીઓ વહેતી હોય તેવા દ્રશ્યો સર્જાયા..
ખંભાત શહેરમાં પવન સાથે ધોધમાર વરસાદ ખાબક્યો હતો. જેથી કંસારી કાળી તલાવડી માર્ગ પાણીમાં ગરકાવ થયો હતો.અને મોચીવાડથી રબારીવાડ તેમજ ઝંડાચોક માર્ગ પર નદીઓ વહેતી હોય તેવા દ્રશ્યો સર્જાયા હતા.
મોચીવાડ અને ઝંડાચોક માર્ગને અડીને આવેલ દુકાનોમાં પાણી ઘુસી ગયા હતા.પાર્ક કરેલી બાઈકો પણ ડૂબી ગઈ હતી.વરસાદી પાણી ભરાવાથી વાહન વ્યવહાર થંભી ગયો હતો. બીજી તરફ ચકડોળ ગ્રાઉન્ડ રોડ, મેતપુર રોડ, ઋણમુકતેશ્વર, મોચીવાડ, બાવાબાજિશા, સાલવા, જહાંગીરપુર, મોચીવાડ, સહિતના વિવિધ વિસ્તારોમાં પાણી ભરાયાં હતા.મુખ્ય માર્ગો પર ઠેર ઠેર પાણી ભરાયાં હતાં. નગરા, દહેડા, રંગપુર, મોતીપૂરા, સોખડા, નેજા, જીણજ સહિતના ગામોમાં વરસાદ વરસ્યો હતો
બીજી બાજુ વરસાદને કારણે રબારીવાડ, મોચીવાદ, સરદાર ટાવર માર્ગ, કોલેજ રોડ, પ્રેસ રોડ, રેલવે સ્ટેશન માર્ગ, કંસારી કાળી તલાવડી માર્ગ પર પાણી ભરાયા હતા. વરસાદને લઈને વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી.
ખંભાતમાં એક કલાકમાં જ 2 ઈંચ વરસાદથી જળબંબાકાર
By
Posted on