આણંદની મદદનીશ ભૂસ્તરશાસ્ત્રી ની તપાસ ટીમ દ્વારા કાર્યવાહી કરાઇ

આણંદ
આણંદ ખાતેની મદદનીશ ભૂસ્તરશાસ્ત્રીની કચેરી ખાતે મળેલી ફરિયાદ અને બાતમીના આધારે તપાસ ટીમ દ્વારા આકસ્મિક ચેકિંગ કરતા જિલ્લાના ખંભાત તાલુકાના વડગામ ખાતે આવેલ સરકારી ખરાબામાં સાદી માટી ખનીજના બિનઅધિકૃત ખાણકામ માલુમ પડ્યું હતું.
જેથી ખાણ અને ખનીજ વિભાગની ટીમ દ્વારા સન પેટ્રો કેમિકલ્સ પ્રા લી. કંપનીના પેટા કોન્ટ્રાક્ટર એમ.એન.પ્રજાપતિ ના માલિકી હેઠળના કુલ ૦૩ એક્સવેટર મશીન તથા ૧૦ ડમ્પરો જપ્ત કરવામાં આવ્યાં છે, અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.