Vadodara

ખંડેરાવ માર્કેટ નજીક વ્રજ સિદ્ધિ ટાવર સિલ કરવા આવેલા પાલિકા અધિકારીઓ સામે વેપારીઓનો વિરોધ

વડોદરા મહાનગરપાલિકાએ પૂરતો સમય નહિ આપ્યાનો વેપારીઓનો દાવો, નોટિસ અપાયાની પાલિકાની દલીલ

વડોદરા પાલિકા દ્વારા ઠેર ઠેર રાજકોટ અગ્નિ કાંડ બાદ ફાયર સેફ્ટીને લઈને કાર્યવાહી કરવામાં આવી રહી છે. ત્યારે વડોદરાની મધ્યમાં વડોદરા સેવા સદન મુખ્ય કચેરી પાસે પચીસ વર્ષ જૂના કોમર્શિયલ વ્રજ સિદ્ધિ ટાવરને સિલ કરવાની કાર્યવાહી પાલિકા દ્વારા કરવામાં આવી રહી છે. આ ટાવરમાં ઓફિસો અને દુકાનો થઈ ચારસોથી વધારે વેપારીઓ કામ કરે છે. વડોદરા પાલિકા દ્વારા ગત ૩૧ તારીખે ફાયર સેફ્ટી,બિયું સર્ટિ તથા વિદ્યુતના સાધનોમાં ખોટ હોય નોટિસ આપવામાં આવી હતી.vત્યાર બાદ વ્રજ સિદ્ધિ ટાવરના વેપારીઓ દ્વારા કોઈ કામ પૂર્ણ ન થતાં પાલિકા દ્વારા તમામ ઓફિસો અને દુકાનોને સિલ મારવાની કામગીરી હાથ ધરી હતી. જેથી વેપારીઓ પાલિકાના અધિકારીઓ જોડે ચકમક થઈ હતી. વેપારીઓનું કહેવું છે કે એમને સમય આપવામાં આવ્યો નથી માત્ર તાનાશાહી કરી વેપારીઓને હેરાન કરવામાં આવે છે પાલિકાના સત્તાધીશો પણ મૂંગા બની તમાશો જોયા કરે છે. જ્યારે ચૂંટણી આવે ત્યારે મોઢું દેખાડે છે. અત્યારે આ નેતાઓએ મૌન તોડી દખલ આપવી જોઈએ અને વેપારીઓને મદદ માટે આગળ આવવું જોઈએ જ્યારે પાલિકાના અધિકારીઓનું કહેવું છે કે અમે પૂરતો સમય આપ્યો છે તે છતાં વેપારીઓએ કોઈ પણ પ્રકારની વ્યવસ્થા ના કરી. જેથી આજે વ્રજ સિદ્ધિ ટાવરની ઓફિસો અને દુકાનોને સિલ મારવાનું કામ શરું કરવામાં આવ્યું છે.

Most Popular

To Top