વડોદરા:શહેરના ખંડેરાવ માર્કેટ ચારરસ્તા પાસે આવેલા વ્રજસિદ્ધિ ટાવર ખાતે આવેલ એક ઝેરોક્ષ ની દુકાનમાં કામ કરતો યુવક પોતાના મોબાઈલ ફોનથી એક પરણિત મહિલાનો વિડિયો ઉતારી રહ્યો હોવાની પતિને જાણ થતાં તેણે તે યુવકનો મોબાઇલ ફોન ચેક કરતાં તે યુવકે મહિલા સહિત અન્ય યુવતીઓ ના પણ વિડિયો ઉતારેલા તેના મોબાઇલ ફોન માં મળી આવતા યુવકે પોલીસ કંટ્રોલ રૂમમાં જાણ કરી હતી આ યુવકના ફોનમાં નાની બાળકીના પણ ત્રીસેક વિડિયો મળી આવ્યા છે તે ઇસમ પાસેથી મળેલ આધારકાર્ડ પર તેનું નામ મિતેશ બારિયા હોવાનું જાણવા મળ્યું છે આ ઇસમને પકડી લોકોએ પૂછતાં તે નશાની હાલતમાં હોવાનું તથા કંઈ જવાબ આપતો ન હતો આખરે લોકોએ ભેગા થઇ તેને પોલીસને સોંપી દીધો હતો અને નવાપુરા પોલીસે ઇસમની અટકાયત કરી મોબાઇલ ફોન કબજે લઇ તપાસ હાથ ધરી છે
