શહેરના ખંડેરાવ માર્કેટ ચારરસ્તા નજીક મહાલક્ષ્મી ફરસાણ માર્ટની દુકાનને સીલ મારેલું હોવા છતાં માવાનું વેચાણ કરી મનમાની કરતો હોય ગ્રાહક દ્વારા મ્યુનિસિપલ કમિશનરને તાત્કાલિક કાર્યવાહી કરવાની રજૂઆત કરવામાં આવી.
શહેરના ખંડેરાવ માર્કેટ ચારરસ્તા પાસે મહાલક્ષ્મી ફરસાણ માર્ટ નામની દુકાન આવેલી છે જ્યાં બે મહિના અગાઉ કોંગ્રેસના મહામંત્રી હસમુખ ભાઇ પરમાર દ્વારા બાલુશાહી ખરીદવામાં આવી હતી જેમાં ફૂગ નિકળતાં આ બાબતની જાણ પાલિકાના આરોગ્ય અમલદારને તેમણે કરી હતી અને આ બાલુશાહીને લેબોરેટરીમા ટેસ્ટિગ માટે મોકલતા આ ફૂડ અનસેફ જાહેર કરવામાં આવ્યું હતું એટલે કે તે ખાવાલાયક નથી તેમ જાહેર કરાતાં આ અંગે હસમુખ ભાઇ દ્વારા આરોગ્ય વિભાગ ના અમલદારને જાણ કરતાં તેમણે દુકાનદાર પાસે જરૂરી ડોક્યુમેન્ટ્સ મંગાવ્યા હતા પરંતુ દુકાનના સંચાલક દ્વારા તે ડોક્યુમેન્ટ આપવામાં આવ્યા ન હતા પાલિકા દ્વારા ગતરોજ આ દુકાનને સીલ મારવામાં આવ્યું હતું છતાં આ દુકાનદાર દ્વારા માવાનું વિતરણ કરવામાં આવી રહ્યું હોવાની જાણ થતાં હસમુખ ભાઇ એ આરોગ્ય અમલદાર ને સાથે લઇ તપાસ કરતાં વાતની પુષ્ટિ થઇ હતી ત્યારે પાલિકા કચેરીથી માત્ર પાંચસો મીટરના અંતરે જ આ દુકાનદાર દ્વારા દુકાનને સીલ મારવામાં આવેલું હોવા છતાં પોતાની મનમાની ચલાવી રહ્યો હોય તેની સામે મ્યુનિસિપલ કમિશનર દ્વારા તાત્કાલિક ધોરણે પગલાં લેવાની કોંગ્રેસના મહામંત્રી હસમુખ ભાઇ પરમાર દ્વારા માંગણી કરવામાં આવી છે.

