પ્રતિનિધિ, વડોદરા, તા. 21
ઘણીવાર એવા કિસ્સાઓ બનતા હોય છે કે જ્યારે વેપારીઓ દ્વારા ખરીદી કરતા ગ્રાહકો સાથે છેતરપિંડી કરવામાં આવતી હોય છે. ચીજ વસ્તુઓની પૂરેપૂરી રકમ લઈ ઓછું વજન આપી છેતરપિંડી કરવામાં આવતી હોય છે. ગ્રાહકો સાથે છેતરપિંડી ન થાય તે માટે સરકાર દ્વારા વેપારીઓ ઉપર ચાંપતી નજર રાખવામાં આવતી હોય છે. આજરોજ વડોદરા શહેરના મધ્યમાં આવેલા ખંડેરાવ માર્કેટમાં ધંધો કરતા વેપારીઓને ત્યાં તોલ-માપ વિભાગ દ્વારા કડક ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. જ્યાં વેપારીઓ દ્વારા વપરાશમાં લેવામાં આવતા વજન કાંટાઓ ચેક કરવામાં આવ્યા હતા. જો વજન કાંટો ઇલેક્ટ્રીક હોય તો તેનું સર્ટિફિકેટ કેટલી મુદત સુધી માન્ય છે તે પણ ચેક કરવામાં આવ્યું હતું.
ખંડેરાવ માર્કેટમાં તોલ-માપ વિભાગ દ્વારા ચેકિંગ હાથ ધરાયું
By
Posted on