ઇસમે ક્રેડિટ કાર્ડ થકી જે નાણાં વાપરશે તે પાંચ દિવસમાં બેંક ખાતામાં પરત આપવાની વાતે વિશ્વાસ અપાવ્યો હતો
(પ્રતિનિધિ) વડોદરા તા. 06
શહેરના યાકુતપુરા વિસ્તારમાં રહેતો અને ગોરવા ખાતેના ઇન ઓર્બિટ મોલમાં ફરજ બજાવતા યુવકને યાકુતપુરામા પૈસાની લેવડદેવડ નું કામ કરતા ઇસમ સાથે પરિચય થતાં તે ઇસમે પૈસાની જરૂર હોય યુવકને વિશ્વાસમાં લઈને તેના ક્રેડિટ કાર્ડ થકી જે નાણાંનો વપરાશ કરશે તે પાંચ દિવસમાં પરત બેંક ખાતામાં જમા કરાવી દેશે તેવો પાક્કો ભરોસો આપી યુવકનું ક્રેડિટ કાર્ડ સ્વાઇપ કરી કુલ રૂ 2.84લાખ ઉપાડી લઇ નાણાં પરત ન કરી વિશ્વાસઘાત કરતાં યુવકે સિટી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી.
શહેરના યાકુતપુરા વિસ્તારમાં આવેલા સરસીયા તળાવ પાસે મદાર મહોલ્લા, ચાંદ બેકરીની ગલીમાં મહોમંદ રમીજ અબ્દુલરશીદ શેખ પોતાના પરિવાર સાથે રહે છે અને ગોરવાના ઇન ઓર્બિટ મોલમાં ફરજ બજાવે છે. મોહંમદ રમીજ યાકુતપુરા વિસ્તારમાં આવેલા મદાર મહોલ્લામાં રહેતા આશીફ નજ્જુશા દિવાનને ઓળખતો હતો જે પોતાના ઘરે લેપટોપ,સ્વાઇપ મશીન તથા આઇપેડ થી પૈસાની લેવડદેવડનુ કામ કરે છે આ આશીફ નજ્જુશા દિવાનને નાણાંની જરૂર પડતાં તેણે મોહંમદ રમીજ પાસે ઉછીના પૈસાની માગણી કરી હતી પરંતુ મોહંમદ રમીજે પૈસા ન હોય ના પાડી હતી પરંતુ આશીફ નજ્જુશા દિવાને મોહંમદ રમીજને વિશ્વાસ અપાવ્યો હતો કે તે જે પણ નાણાંનો ક્રેડિટ કાર્ડ થકી વપરાશ કરશે તે નાણાં દિન પાંચમા પરત મોહંમદ રમીજ ના બેન્ક ખાતાંમાં જમા કરાવી દેશે જેથી વિશ્વાસમાં આવીને મોહંમદ રમીજે પોતાના બે ક્રેડિટ કાર્ડ આશીફ નજ્જુશા દિવાનને આપ્યા હતા જેમાંથી આશીફ દિવાને આઇસીઆઇસીઆઇ બેંકનું ક્રેડિટ કાર્ડ સ્વાઇપ કરી બે અલગ અલગ કાર્ડ થકી રૂ.1,50,000તથા રૂ.1,34,000મળીને કુલ રૂ.2,84,000 ની રકમ ઉપાડી પોતાના ખાતામાં ટ્રાન્સફર લીધી હતી અને તે રકમ પરત ન કરી વિશ્વાસઘાત કર્યો હોય આશીફ નજ્જુશા દિવાન વિરુદ્ધ સિટી પોલીસ સ્ટેશનમાં છેતરપિંડી, વિશ્વાસઘાત ની ફરિયાદ નોંધાવતા પોલીસે કાર્યવાહી હાથ ધરી છે.