કોલકત્તા R.G.મેડિકલ કૉલેજમાં દુષ્કર્મ ઘટના અંગે SSGના તબીબી અધિક્ષકની કચેરી ખાતે આવેદનપત્ર પત્ર પાઠવી રજુઆત, હોસ્પિટલમાં સિક્યુરિટી વધારવા અને આવી ઘટના ન બને તે માટે માંગ
ત્રણસો થી વધુ તબીબો આ કેન્ડલ માર્ચમાં જોડાયા
*સરકાર સમક્ષ સાંસદ અને ધારાસભ્યોને સાથે રાખી સિક્યુરિટી વધારવા પ્રપોઝલ મૂકાશે:સુપ્રિટેન્ડન્ટ, એસ.એસ.જી.હોસ્પિટલ*
(પ્રતિનિધિ) વડોદરા તા. 12
તાજેતરમાં કોલકત્તાની આર.જી.મેડિકલ કૉલેજમાં મહિલા તબીબ સાથે હોસ્પિટલના જ એક કર્મી દ્વારા બળાત્કાર સાથે જધન્ય અપરાધ કરવામાં આવ્યો હોવાની ઘટના બની હતી જેનો સમગ્ર દેશની સરકારી, અર્ધસરકારી હોસ્પિટલો તથા અન્ય સંગઠનો દ્વારા ઠેરઠેર વિરોધ કરવામાં આવી રહ્યો છે ત્યારે મધ્ય ગુજરાતની સૌથી મોટી હોસ્પિટલમાં એટલે કે એસ.એસ.જી.હોસ્પિટલના રેસિડેન્ટ ડોક્ટરો, મેડિકલ કોલેજના વિદ્યાર્થીઓ, એમ.એલ.ઓ.સહિત ના લોકો પણ આ ઘટનાનો વિરોધ કરી રહ્યાં છે
આ ઘટનામાં પીડિતાને તથા તેના પરિવારને ન્યાય વહેલી તકે મળે તેવી માગ કરાઈ હતી. બરોડા મેડિકલ કૉલેજના જુનિયર ડૉક્ટર ઍસોસિએશનના પ્રેસિડન્ટ ડૉ. ચિંતન સોલંકીએ જણાવ્યું હતું કે, કોલકત્તાની આર.જી.મેડિકલ કૉલેજમાં મહિલા તબીબ સાથે હોસ્પિટલના જ એક કર્મી દ્વારા જધન્ય અપરાધ કરવામાં આવ્યો છે, તેના પગલે બરોડા મેડિકલ કૉલેજના વિદ્યાર્થીઓ દ્વારા સોમવારે એસ એસ જી હોસ્પિટલ ના તબીબી અધિક્ષક નીં કચેરી ખાતે આવેદનપત્ર પાઠવી રજુઆત કરી હતી કે એસ એસ જી હોસ્પિટલમાં પણ આવી ઘટના ન બને અને સૌથી મોટો પ્રશ્ન છે કે હોસ્પિટલમાં સિક્યુરિટી માં વધારો થાય તેવી માંગ કરી હતી સાથે કોલકત્તા માં બનેલી ઘટના માં જેમાં પિડીતા અને તેના પરિવારને વહેલી તકે ન્યાય મળે, સહારો મળે તે માટે આ કેન્ડલ માર્ચ યોજાઈ હતી.આ કેન્ડલ માર્ચમાં સાડા ત્રણસો જેટલા લોકો જેમાં રેસિડેન્ટ તબીબો, મેડિકલ કોલેજના તબીબો, વિધ્યાર્થીઓ અને એમ.એલ.ઓ.સહિતના સ્ટાફના લોકો ઉપસ્થિત રહ્યાં હતાં.ભવિષ્યમાં ગુજરાતની કોઈપણ મેડિકલ કૉલેજમાં આવો બનાવ ન બને તે માટે તંત્ર દ્વારા દરેક સરકારી હોસ્પિટલ અને મેડિકલ કૉલેજની સિક્યુરિટી વધારવામાં આવે તેવી પણ અપીલ કરવામાં આવી છે.
*એસ.એસ.જી.હોસ્પિટલમાં 368 સિક્યુરિટી ની માગ સાથે સરકાર સમક્ષ નવું પ્રપોઝલ મૂકાશે*
કોલકાતા ની ઘટનાને પગલે વડોદરાના એસ.એસ.જી.હોસ્પિટલમાં પણ તબીબો અને મેડિકલ કોલેજના સ્ટુડન્ટસ દ્વારા જે સુરક્ષા વ્યવસ્થા મજબૂત કરવાની રજૂઆત આવી છે તેની ટૂંકી નોંધ તૈયાર કરી હોસ્પિટલ સતાધીશો સાથે ચર્ચા કરવામાં આવી છે સાથે જ સાંસદ, ધારાસભ્યોને પણ આ અંગે વાત કરી સરકાર સમક્ષ 365 થી 368 જેટલા સિક્યુરિટીની માંગ કરી નવું પ્રપોઝલ સરકાર સમક્ષ મૂકવામાં આવશે.
-ડો. રંજન ઐયર, સુપ્રિટેન્ડન્ટ, એસ.એસ.જી.હોસ્પિટલ