Business

કોલકાતામાં મહિલા તબીબ પર દુષ્કર્મ અને હત્યા સામે વડોદરામાં રોષ, એસએસજીના તબીબોની હડતાળ

*પશ્ચિમ બંગાળમાં મહિલા તબીબ સાથે થયેલી ક્રૂરતા તથા 15મી ઓગસ્ટે હોસ્પિટલમાં ધમાલી ટોળા દ્વારા સબૂતો ગાયબ કરવા કરાયેલી તોડફોડ બાબતે આક્રોશ, SSGમાં તબીબોની હડતાળ*

*સયાજી હોસ્પિટલમાં ઈન્ટર્ન ડૉક્ટર, જુનિયર અને વરિષ્ઠ નિવાસી ડૉક્ટરો આજે OPD અને વોર્ડ સહિતની તમામ બિન ઈમરજન્સી સેવાઓથી દૂર રહેશે*


*પીડિતાને ન્યાય અને દોષિતો સામે કડક કાર્યવાહી અને તબીબોની સુરક્ષાની માંગ*



( પ્રતિનિધિ ),વડોદરા.તા.16

પશ્ચિમ બંગાળમાં મહિલા ડોક્ટરની દુષ્કર્મ બાદ ક્રૂરતા પૂર્વક હત્યા કરી આચરવામાં આવેલી બર્બરતાએ આખા દેશને હચમચાવી મૂક્યો છે. તદુપરાંત જ્યારે આખો દેશ 78મા આઝાદીના પર્વની ઉજવણી કરવાની તૈયારીઓમા હતો. તે દરમિયાન 14 ઓગસ્ટે મોડી સાંજે ત્રણેક હજારના તોફાની ટોળાએ હોસ્પિટલમાં સબૂતો નાશ કરવાના બદઆશયથી હોસ્પિટલમાં ઘૂસીને જે રીતે તોડફોડ મચાવી તેને ધ્યાનમાં રાખીને પોલીસની કાર્યવાહી તથા તબીબોની સુરક્ષા ઉપર સવાલોને લઇ સમગ્ર દેશભરમાં તબીબોમા આક્રોશ જોવા મળી રહ્યો છે અને હવે ઇન્ડિયન મેડિકલ એસોસિએશન પણ તબીબોની સુરક્ષા ને લઇને હડતાલ પર ઉતર્યું છે ત્યારે એસ.એસ.જી.હોસ્પિટલ ના તબીબો, રેસિડેન્ટ ડોક્ટર્સ, યુજી ડોક્ટર હડતાળ પર ઉતર્યા હતા.


આજે ઓપીડી બંધ રહેતાં દર્દીઓ અટવાયા.l
કોલકાતામાં આર.જી.મેડિકલ કોલેજમાં ટ્રેઈની મહિલા ડૉક્ટર સાથે દુષ્કર્મ બાદ થયેલી હત્યાના વિરોધમાં વડોદરાની સયાજી હોસ્પિટલમાં ઈન્ટર્ન ડૉક્ટર, જુનિયર અને વરિષ્ઠ નિવાસી ડૉક્ટરો આજે OPD અને વોર્ડ સહિતની તમામ બિન ઈમરજન્સી સેવાઓથી દૂર રહેશે. આ સાથે જ 400થી વધુ તબીબોએ વિરોધ કરી હડતાળ શરૂ કરી છે. એટલું જ નહીં જ્યાં સુધી પશ્ચિમ બંગાળ ડૉક્ટર્સ એસોશિએશનની તમામ માંગ પૂરી ના થાય ત્યાં સુધી વિરોધ અને હડતાળ ડૉક્ટર દ્વારા ચાલું રાખવામાં આવશે.

ઈન્ડિયન મેડિકલ એસોસિએશને નિવેદનમાં જણાવ્યું હતું કે, કોલકાતાની આરજી કાર મેડિકલ કોલેજ અને હોસ્પિટલમાં ઘાતકી અપરાધ અને સ્વતંત્રતા દિવસની પૂર્વ સંધ્યાએ વિરોધ કરી રહેલા વિદ્યાર્થીઓ પર આચરવામાં આવેલી ગુંડાગીરીને પગલે શનિવારે ઈન્ડિયન મેડિકલ એસોસિએશને 17મીએ સવારે 6 વાગ્યાથી દેશભરના આધુનિક મેડિકલ ડોક્ટરોની સેવાઓ રાત્રે 10 વાગ્યાથી બંધ રાખવાની જાહેરાત કરવામાં આવી છે. નિયમિત ઓપીડી કાર્ય કરશે નહીં અને વૈકલ્પિક સર્જરી કરવામાં આવશે નહીં. આ વળતર એવા તમામ ક્ષેત્રોમાં છે જ્યાં આધુનિક તબીબી પ્રેક્ટિશનરો સેવાઓ પૂરી પાડી રહ્યા છે. IMA ને તેના ડૉક્ટરોના ન્યાયી મુદ્દા પર રાષ્ટ્રની સહાનુભૂતિની જરૂર છે.

Most Popular

To Top