Vadodara

કોર્સ શરૂ થયા છતાં પીઆરએન જનરેટ નંબર નહીં થતા વિદ્યાર્થીઓને હાલાકી

એનએસયુઆઈ દ્વારા ઉગ્ર સુત્રોચાર સાથે હેડ ઓફિસ ખાતે રજૂઆત

પીઆરએન નંબર જનરેટ નહિ થતા વિદ્યાર્થીઓ સબ્જેક્ટ સિલેક્શન કરી શકતા નથી

( પ્રતિનિધી ) વડોદરા,તા.1

એમ.એસ.યુનિવર્સીટીમાં અભ્યાસ કરતા પ્રથમ વર્ષના વિદ્યાર્થીઓના પીઆરએન નંબર જનરેટ કરવામાં નહીં આવતા વિદ્યાર્થીઓ મુશ્કેલીમાં મુકાયા છે. પીઆરએન નંબર જનરેટ નહીં થતા વિદ્યાર્થીઓ પોતાના સબ્જેક્ટ સિલેક્શન કરી શકતા નથી. ત્યારે, વિદ્યાર્થી સંગઠન એનએસયુઆઇ દ્વારા યુનિવર્સિટીની હેડ ઓફિસ ખાતે ઉગ્ર દર્શાવી રજૂઆત કરવામાં આવી હતી.

એમ.એસ.યુનિવર્સિટીની વિવિધ ફેકલ્ટિમાં પ્રથમ વર્ષ માટે અભ્યાસ શરૂ થઈ ગયા છે. બીબીએ, બીસીએ, બીએસસી જેવા અન્ય કોર્સમાં અભ્યાસ શરૂ થયે 1 મહિના જેટલો સમય થઈ ગયો છે. સાથે બીકોમ હોનર્સમાં સબ્જેક્ટ સિલેક્શન માટેની ઓનલાઈન પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે. પરંતુ હજી સુધી વિદ્યાર્થીઓના પીઆરએન નંબર જનરેટ નથી થયા જેના કારણે વિદ્યાર્થીઓ મૂંઝવણમાં મુકાયા છે. વિદ્યાર્થીઓના સબ્જેક્ટ સિલેક્શનથી લઈને હોલ ટિકિટ, પરીક્ષાના રિઝલ્ટ, આઈડી કાર્ડ તમામ યુનિવર્સિટીના ઓનલાઈન પોર્ટલ પર જનરેટ થતું હોય છે અને વિદ્યાર્થીઓ પોતાના પીઆરએન નંબર દ્વારા યુનિવર્સિટીના ઓનલાઈન પોર્ટલ પર લોગિન કરીને જોઈ શકે છે. યુનિવર્સિટી દ્વારા વિદ્યાર્થીઓ પોતાના ભણતરને લગતી તમામ સુવિધાઓ જેવી કે કોલેજ ફી ભરવી, આઈડી કાર્ડ, પરીક્ષા માટેનું સમયપત્રક, પરીક્ષાના પરિણામ, શિષ્યવૃતિ સ્ટેટસ જોઈ શકે તે માટે એપ્લિકેશન લોંચ કરવામાં આવી. પરંતુ આજે વિદ્યાર્થીઓના પીઆરએન નંબર જ જનરેટ નથી થયા તો વિદ્યાર્થીઓ આ એપ્લિકેશનનો ઉપયોગ નથી કરી શકતા. ત્યારે, વહેલી તકે પીઆરએન નંબર જનરેટ કરવામાં આવે તેવી માંગણી એનએસયુઆઈના આગેવાન વિદ્યાર્થીઓ દ્વારા કરવામાં આવી હતી.

Most Popular

To Top