Vadodara

કોર્પોરેશન દ્વારા કપુરાઈ ટાંકી ખાતે સંપની કામગીરી

તા. 15 અને 16 ના રોજ બે દિવસીય પાણીનોકાપ રહેશે

તા.16 ના રોજ સવારે પાણી વિતરણ કરવામાં આવશે નહીં તેમ જ સાંજે વિનંતી હળવા દબાણથી અને ઓછા સમય માટે પાણી વિતરણ કરવામાં આવશે

વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનના પાણી પુરવઠા વિભાગ દ્વારા કપૂરાઈ ટાંકી ખાતે નવા સ્તંભ ઉપર પંપ હાઉસ બનાવવામાં આવશે જે સમગ્ર કામગીરીને લઈ આજથી બે દિવસ માટે બપોરે અને સાંજે કેટલાક વિસ્તારોમાં પાણી કાપ રહેવાની સાથે સાથે વિલમથી અને અપૂરતા પ્રેશરથી પાણી મળવાની શક્યતા છે.

વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનની પાણી પુરવઠા શાખા દ્વારા નોટિફિકેશન જાહેર કરી જણાવવામાં આવ્યું છે કે આ શાખા હસ્તકની ટાંકી ખાતે નવા સંપ ઉપર પંપ હાઉસ બનાવવામાં આવનાર છે જેના ભાગરૂપે પંપ સેટ મશીનરી બેસાડવાના પ્રોજેક્ટને લઈ પાણીની નવી 600 મી.મી વ્યાસની ડિલિવરી પાઇપનું હયાત જુના પંપ રૂમની ઝીરો મિમી વ્યાસની ડિલિવરી પાઇપ સાથે નવી 600 મીમી વ્યાસની ટી બેસાડી જોડાણ કરવાની કામગીરી કરવામાં આવશે. સાથે નવી 500 મિમી ડાય નવા ફ્લો મીટર બેસાડવાની કામગીરીને કારણે પાણી વિતરણ કરવામાં આવશે નહીં. કપુરાઈ ટાંકી સંપ વિસ્તારમાં આજે 15 ફેબ્રુઆરી ના રોજ સવારના ઝોનના પાણી વિતરણ કર્યા બાદ કામગીરી કરવાની હોવાથી કપૂરાઈ ટાંકીથી બપોરે અને સાંજના પાણીના ઝોન સાથે આગામી તારીખ 16 ફેબ્રુઆરી સવારના ઝોનનું પાણી વિતરણ કરવામાં આવશે નહીં તેમજ તારીખ 16 ના રોજ સાંજે પાણી ઓછા સમય માટે હળવા દબાણથી અને વિલંબથી વિતરણ કરવામાં આવશે. નોંધનીય છે કે ધીમે ધીમે હવે ગરમીનો અહેસાસ લોકોને થવા માંડ્યો છે. અને શહેરમાં અગાઉ પણ પીવાના પાણીની બુમરાણો ઉઠી હતી. જે આજે પણ કેટલાક વિસ્તારોમાં યથાવત છે. ત્યારે કપુરાઈ ટાંકી ખાતે સંપની કામગીરીના કારણે બે દિવસીય કેટલાક વિસ્તારોમાં પાણીનો કાપ રહેશે. જેથી લોકોને હાલાકી વેઠવી પડશે

Most Popular

To Top