Vadodara

કોર્પોરેટર મહાવીરસિંહ રાજપુરોહિતના પ્રયાસો થકી વોર્ડ નં. 2ને મળશે પાણી સમસ્યામાંથી મુક્તિ!

વડોદરા: વોર્ડ નં. 2માં છેલ્લા ઘણાં સમયથી લોકો પાણીની અછતને લઈને પરેશાન હતા, ખાસ કરીને સમા સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ વિસ્તારમાં લોકો રોજિંદી જરૂરિયાત માટે પાણીની સમસ્યાથી ત્રાહીમામ હતા. જોકે, હવે આ સમસ્યાનું કાયમી ઉકેલ થવાની આશા જગી છે. મહિલાઓના મોરચા બાદ તાત્કાલિક હરકતમાં આવેલા પાણી સમિતિના ચેરમેન અને વોર્ડના કાઉન્સિલર મહાવીરસિંહ રાજપુરોહિતે ઘટના સ્થળની મુલાકાત લેતાં પાણીની સ્થિતિનું નિરીક્ષણ કર્યું અને સમસ્યાનું મૂળ કારણ જાણી તે અંગે જવાબદાર અધિકારીઓ સાથે ચર્ચા કરી. તેમણે ખાતરી આપી કે, જાન્યુઆરીથી જ આ મુદ્દે પ્રયાસો ચાલતા હતા અને હવે ટૂંક સમયમાં પાણીની નવી લાઇનનું કામ શરૂ થઈ જશે. અધિકારીઓ સાથે મળીને દરેક પ્રભાવિત વિસ્તારોમાં લો પ્રેશરનું નિરીક્ષણ કરવામાં આવ્યું છે. રાજપુરોહિતે સ્પષ્ટ કહ્યું કે, “આ સમસ્યા સમાપ્ત થાય એ માટે હવે કોઈ કચાશ રાખવામાં નહીં આવે.”

ઉલ્લેખનીય છે કે, આ મુદ્દે મહાવીરસિંહ રાજપુરોહિત દ્વારા જાન્યુઆરી મહિનામાં જ જવાબદાર અધિકારીઓને લેખિતમાં સૂચન કરવામાં આવ્યું હતું. વધુમાં તેમણે વિસ્તારના લોકોને વિશ્વાસ આપ્યો છે કે હવે ટૂંક સમયમાં જ લો પ્રેશર પાણીની લાઇનની કામગીરી શરૂ થશે. આ પગલાથી વિસ્તારમાં રહેતા નાગરિકોને પાણીની સમસ્યાનો કાયમી ઉકેલ લાવાશે.

Most Popular

To Top