કોયલી રિફાઇનરી ખાતે રાતે 8.30 વાગે બીજો બ્લાસ્ટ થયો છે . જ્યાં પ્રથમ ધડાકા સાથે આગ ફાટી નીકળી હતી તેની નજીકમાં જ આ બ્લાસ્ટ થયો છે અને આગ પણ લાગી છે .ગોરવાથી ફાયરબ્રિગેડ ની અન્ય ચાર ગાડીઓ આઇઓસીએલ જવા માટે રવાના થઈ છે. આ સાથે જ ભરૂચ જીએનએફસી સહિત ભરૂચથી ચાર ફાયર ટીમો વડોદરા આવવા પહોંચી છે.
ગુજરાત રિફાઇનરી,વડોદરામાં લાગેલી આગ પર કાબુ મેળવવા ફાયર ફાઈટિંગ જારી છે. ફાયર ના જવાનો ભારે જહેમત ઉઠાવી રહ્યા છે. વચ્ચે બેન્ઝીન પદાર્થમાં આગ લાગી હોવાથી થોડા સમય બાદ પ્રચંડ વિસ્ફોટ અને ધુમાડાના દ્રશ્યો ફરીથી સામે આવી રહ્યા છે.વિસ્ફોટ અને ધુમાડાના દ્રશ્યો વચ્ચે ફાયર ટેન્ડર અને હોસ્પિટલોની એમ્બ્યુલન્સની સતત અવર જવર ચાલી રહી છે. આગ વધુ ટેંકમાં પ્રસરે તેવો પણ ભય છે. આજુબાજુ રહેતા લોકોને આગને કારણે શ્વાસ લેવામાં પણ તકલીફ પડી રહી હોવાનું જાણવા મળી રહ્યું છે. જાણકારી મુજબ ફાયરના એક જવાનને પણ આગ બુજાવતા ઈજા થવા પામી છે.