Vadodara

કોયલી બીપીસીએલ કંપનીના ડિઝલના ટેન્કરમાંથી ચોરી કરતા બે ઇસમોને રૂ. 29લાખ ઉપરાંતના મુદ્દામાલ સાથે એસ.ઓ.જી.એ ઝડપી પડ્યા*



*ટેન્કર માલિકના આદેશથી બંને ડીઝલ ચોરી કરતા હોવાનું કબુલ્યું*

*બંને ઇસમોને ડીઝલ ચોરીના બદલામાં પગાર ઉપરાંત કમિશન મળતું*


(પ્રતિનિધિ) વડોદરા તા.15


વડોદરા રણોલી રોડ ખાતે આવેલી ખુલ્લી જગ્યામાં BPCLના ડીઝલ ભરેલા ટેન્કરમાંથી પાઇપથી કારબામા ડીઝલની ચોરી કરનાર બે ઇસમોને રૂ. 29,17,310ના મુદામાલ સાથે ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

પ્રાપ્ત અહેવાલ અનુસાર, એસ.ઓ.જી.ના પોલીસ ઇન્સ્પેક્ટર એસ.ડી. રાતડાના માર્ગદર્શન હેઠળ પોલીસ સબ ઇન્સ્પેક્ટર આઇ.જે. રાઉલજી તથા એસ.ઓ.જી.સ્ટાફ વડોદરા રણોલી રોડ વિસ્તારમાં પેટ્રોલીંગમા હતા. તે દરમિયાન મળેલી બાતમીના આધારે આ વિસ્તારમાં મોબાઇલ ટાવરની સામે આરીફ ઓટો ઇલેક્ટ્રિક દુકાનની બાજુમાં આવેલી ખુલ્લી જગ્યામાં ડીઝલ ભરેલી ટેન્કર નં. જીજે.ળ-06-બીટી-4012 નો ડ્રાઇવર રતનસિંહ રાઠોડ તથા ક્લીનર સુરેશ પગી ભેગા મળીને ટેન્કરમાંથી ગેરકાયદેસર રીતે ચોરી કરતા હોય બંને ઇસમોને રંગે હાથ ઝડપી પાડવામાં આવ્યા હતા. તેઓની પૂછપરછ કરતા તેઓ લક્કી રોડવેઝના માલિક લક્ષ્મણ રાયસીંગભાઇ ભરવાડના ટેન્કર માં કંપનીના ઓર્ડર મુજબ કોયલી BPCL કંપનીમાંથી ટેન્કરમા ચોવીસ હજાર લીટર ડીઝલનો જથ્થો લઇને લુવારા ભરુચ ખાતે BPCL કંપનીના પંપ પર ખાલી કરવા માટે જવા નિકળેલા. દરમિયાન દર વખતની ટ્રીપ મુજબ ટેન્કર માલિક લક્ષ્મણભાઇના કહ્યા પ્રમાણે અલગ અલગ જગ્યાએ ટેન્કર ઉભું રાખી પાઇપ વડે ડીઝલ કારબામા ભરી ડીઝલ ચોરી કરી ટેન્કર માલિકને આપતા હોવાનું જેની અવેજીમાં માલિક પગાર ઉપરાંત વધારાના રૂપિયા કમિશન પેટે આપતો હોવાનું જણાવ્યું હતું. જે અંગે એફ.એસ.એલ.અધિકારીને સ્થળ પર બોલાવી તપાસ કરાવતા ડીઝલ ભરેલું ટેન્કર,ચોરી કરેલ ડીઝલ કારબા, રોકડ રકમ, મોબાઇલ ફોન સહિત કુલ રૂ. 29,17,310નો મુદામાલ મળી આવેલ જે અંગે બંને આરોપીઓને મુદામાલ સાથે જવાહરનગર પોલીસ સ્ટેશને સોંપી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

Most Popular

To Top