પ્રતિનિધિ વડોદરા તા.5
વડોદરા શહેરના કોયલી વિસ્તારમાં આવેલી એક કંપનીના બાજુમાં આવેલા ખંડેર મકાનમાંથી તથા આજવા ચોકડી પાસેથી 1. 25 લાખના વિદેશી દારૂ સાથે એમપી ના શખસને ઝડપી પાડવામાં આવ્યો હતો. જ્યારે બુટલેગર સરજુ માળીને વોન્ટેડ જાહેર કર્યો હતો. ક્રાઈમ બ્રાન્ચ સહિતની પોલીસે ગણેશ ઉત્સવ ના તહેવારને લઈને દારૂનું વેચાણ કરતા બુટલેગરો સામે સપાટો બોલાવવાનું શરૂ કર્યું છે.
ગણેશ ઉત્સવને લઈને વડોદરા શહેર પોલીસ દ્વારા તમામ વિસ્તારોમાં ગેરકાયદે દારૂનું વેચાણ કરી રહેલા બૂટલેગરો સામે સપાટો બોલાવવાનું શરૂ કર્યું છે. જેને લઈને ક્રાઈમ બ્રાન્ચની ટીમ કોયલી વિસ્તારમાં પેટ્રોલિંગ કરી રહી હતી તે દરમિયાન બાતમી મળી હતી કે કોયલી ખાતેના શેરખી રોડ ઉપર રહેતો સરજુ હસમુખ માળીએ વિદેશી દારૂનો જથ્થો લાવ્યો છે અને વિદેશી દારૂનો જથ્થો મેગા કંપનીની બાજુમાં કાળી તલાવડી તરફ જતા રોડ ઉપર એક ખંડેર મકાનમા મુકી રાખ્યો છે. જેના આધારે ક્રાઇમ બ્રાન્ચે બાતમી મુજબની જગ્યા કોયલી ખાતેની મેગા કંપનીની બાજુમા કાળી તલાવડી તરફ જતા રોડ ઉપર આવેલી ખંડેર મકાનમાં રેઇડ કરતા મકાનમાંથી રૂપિયા. 92 હજારનો વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો. પરંતુ દારૂ રાખનાર ઇસમ સર્જુ હસમુખભાઇ માળીનો હાજર મળી આવ્યો ન હતો. જેથી તમામ વિદેશી દારૂનો જથ્થો કબજે કરી આગળની તપાસ માટે જવાહરનગર પોલીસ સ્ટેશન સોંપ્યો છે. બીજા બનાવમાં બાપોદ પોલીસે મળેલી બાતમીના આધારે આજવા ચોકડી રાત્રી બજાર પાસે વિદેશી દારૂનો જથ્થો થેલામાં ભરીને ઉભેલા મધ્યપ્રદેશના અલીરાજપુર ખાતે રહેતો નિલેશ કનેશ ઝડપી પાડયો હતો. તેની પાસેના થેલામાંથી રુપિયા 33 હજારનો વિદેશી દારૂ મળી આવતા પોલીસે નિલેશ કનેશની ધરપકડ કરી છે.
કોયલી અને આજવા ચોકડી પાસેથી રુ. 1.25 લાખના વિદેશી દારૂ સાથે એક શખસ ઝડપાયો
By
Posted on