*દેશના વડાપ્રધાન, નાણાંમંત્રી તથા મહારાષ્ટ્રના ઉપમુખ્યમંત્રી વિરુદ્ધ યુટ્યુબ અને સોશિયલ મીડિયામાં અપમાનજનક ટિપ્પણી કરનાર સ્ટેન્ડ અપ કોમેડિયન વિરુદ્ધ વડોદરાના વકીલે કરી ફરિયાદ*
*દેશની જનતાને,સમાજને ગેરમાર્ગે દોરનાર સ્ટેન્ડ આપ કોમેડિયન કુનાલ કામરા વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવાની શહેરના એડવોકેટ દ્વારા માંગ કરાઇ*
(પ્રતિનિધિ) વડોદરા તા. 28
થોડાક દિવસોથી પોતાના યુટ્યુબ ચેનલ તેમજ સોશિયલ મીડિયા પર પોતાની સસ્તી પ્રસિદ્ધિ માટે સ્ટેન્ડ અપ કોમેડિયન કુનાલ કામરા દ્વારા દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી, નાણાંમંત્રી નિર્મલા સીતારામન તથા મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી એકનાથ શિંદે વિરુદ્ધ અપમાનજનક ટિપ્પણી થકી દેશની જનતાને ગુમરાહ કરી દેશ વિરોધી એજન્ડા ચલાવતો હોય તેની વિરુદ્ધમાં કાયદેસરની કાર્યવાહી કરવાની માંગ સાથે શહેરના એડવોકેટ દ્વારા શહેર પોલીસ કમિશનર ને ફરિયાદ નોંધાવી છે.

છેલ્લા કેટલાક દિવસોથી સ્ટેન્ડ અપ કોમેડિયન કુનાલ કામરા દ્વારા પોતાના યુટ્યુબ ચેનલ પર તથા સોશિયલ મીડિયા પર દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી, નાણાંમંત્રી નિર્મલા સીતારામન તથા મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી એકનાથ શિંદે વિરુદ્ધ અવારનવાર વિવાદિત અને અપમાનજનક ટિપ્પણીઓ કરવામાં આવી રહી છે. પોતાની સસ્તી પ્રસિદ્ધિ મેળવવાની ઘેલછામાં દેશ વિરોધી એજન્ડા ચલાવતો આ કુનાલ કામરા દ્વારા ‘નયા ભારત’ નામથી વિડિયો બનાવી પ્રસારિત કરવામાં આવી રહ્યો છે. તેણે દેશના નાણાંમંત્રી નિર્મલા સીતારામન માટે “તમારા ટેક્સના પૈસા બરબાદ થઇ રહ્યાં છે. આ સરકાર આ આ રસ્તાઓને બરબાદ કરવા આવી છે, મેટ્રો તેમના મનમાં આવી છે તેઓ કૂદીને શરીર ખેંચે છે. આ સરકાર ટ્રાફિક વધારવા માટે આવી છે,આ પુલોનો નાશ કરવા માટે આવી છે. આ તાનાશાહની સરકાર છે.આ સરકારને ને બીજો કંઈ ફર્ક પડતો નથી. દેશના હિતમાં આટલી બધી મોંઘવારી લાવી છે, લોકોને લૂંટીને કમાણી કરે છે,સાડી પહેરેલી બહેન પગાર ચોરી કરવા આવી છે, તે મધ્યમ વર્ગને દબાવવા આવી છે હું તેમને નિર્મલા તાઇ કહું છું તે જે.એન.યુ.ની વિધ્યાર્થિની છે તેમણે ખોટી યુનિવર્સિટીમાં અભ્યાસ કર્યો છે ” વિગેરે અપમાનજનક ટિપ્પણીઓ કરી છે સાથે જ મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી એકનાથ શિંદે વિરુદ્ધ”થાને કી રિક્ષા,ચહેરે પે દાઢી, આંખો પે ચશ્મા શકાય,એક ઝલક દિખલાવે કભી ગુવાહાટીમે છૂપ જાય મેરી નજર સે તુમ દેખો તો ગદ્દાર નજર વો આયે, જીસ થાલીમે ખાયે ઉસીમે છેદ કર જાય,મંત્રાલય સે જ્યાદા ફડણવીસ કી ગોદી મેં જાકર બૈઠ જાય” તેવી અપમાનજનક ટિપ્પણીઓ કરી દેશના ચૂંટાયેલા તથા સરકારના મંત્રીપદ ધરાવતા સન્માનિય વ્યક્તિઓના અપમાન થકી દેશની જનતાને ગુમરાહ કરવાનો તથા દેશ વિરોધી એજન્ડા ચલાવતા આ આરોપી સામે બી એન એસ ની કલમ 293,354,369,505,153,353(1),353(2)756(2) મુજબ ગુનો નોંધી તાત્કાલિક પગલાં લેવા એડવોકેટ સોહિલ રામપ્રસાદ ગોડિયા દ્વારા શહેર પોલીસ કમિશનર ને ફરિયાદ કરવામાં આવી છે.
