વડોદરા:;વરણામાની હદમાં છેલ્લા કેટલાક સમયથી પોર જીઆઈડીસી વિસ્તારની કંપનીઓમાં તાંબાની ચોરી કરતી આઠથી નવ ઇસમોની ગેંગ સક્રિય થઈ હોવાની બાતમી પોલીસને મળી હતી. લાખો રૂપિયાના કોપરની ચોરીઓને લીધે જી.આઈ.ડી.સી. વિસ્તારમા નાગરીકોમા ફફડાટ વ્યાપી ગયો હતો.
૨૮ તારીખે રાત્રે એકથી દોઢ ના ગાળામાં ઉટીયા ગામની સીમમાં આત્મીય ઇન્ડસ્ટ્રીયલ પાર્ક, પ્લોટ નંબર ૨૪૭માં સાક્ષી ટ્રાંસફોર્મર પ્રા.લીમી. નામની કંપનીમાં અજાણ્યા ચોર ઈસમો દ્વારા કંપનીમાંથી કંપનીનુ શટર ઉંચુ કરીને તસ્કર ટોળકી કોપર ૧૮૦ કીલો ચોરી અને ફરાર થઇ ગઈ હતી.તાત્કાલીક વરણામા પોલીસ ગુના બાબતે ચોરીમાં ગયેલ મુદામાલની તપાસમાં લાગી હતી.
દરમ્યાન બાતમી મળી કે ચોરીનું કોપર ઓટોરીક્ષામાં ભરીને કેટલાક ઇસમો પોર તરફથી વડોદરા તરફ જાય છે. પોલીસની ટીમે વરણામા બસ સ્ટેન્ડ ખાતે વોચમાં ગોઠવી હતી જેમા રીક્ષામાં ડ્રાઈવર સહીત પાંચ ઇસમો આબાદ ઝડપાઈ ગયા હતા.ઓટોરીક્ષાની પાછળના ભાગે જોતા કોપર વાઈન્ડીંગ નંગ ૧૨ તેમજ કોપર તારના બોબીન નંગ ૦૩ મુકેલા હતા . તસ્કર ટોળકીને કડકાઈ ભરી પુછપરછ કરતા કબૂલાત કરી હતી કે પોર નજીક આત્મીય ઇન્સ્ટ્રીઝમાં સાક્ષી કંપનીમાંથી આ કોપર વાઈન્ડીંગ તથા કોપર તારના બોબીન ની ચોરી કરી રાત્રે નજીકના ખેતરોમાં છુપાવી દીધા હતા.જે ચોરીનો માલ રીક્ષામાં ભરી વડોદરા ખાતે ભંગારની દુકાનમાં વેચવા માટે જઈ રહ્યા હતાં.
તમામ આરોપીઓને વધુ પુછપરછ કરતા ઉપરોકત ચોરી સિવાય તેઓએ અન્ય બે કંપનીઓમાંથી પણ કોપર ચોરીની કબુલાત કરી છે. તેમજ તેઓની સાથે અન્ય ચાર કિશોરો પણ ગુનામાં સામેલ હતા. આ ચોરીનો મુદામાલ ખરીદી કરનાર વડોદરા જાંબુવા બ્રિજની બાજુમા ભંગારની દુકાન ધરાવતા ગોપાલભાઈ શંકરભાઈ સામરીયાનું નામ ખુલતા જ તેને પણ પકડી લીધો હતો.
પોલીસ સમક્ષ ચોકાવનારી કબુલાત કરતા તમામ ચોર ઈસમો તથા બાળકિશોરો સાથે રીક્ષામાં બેસી હાઈવે નજીક રોડ ઉપર જતા હતા.ત્યારબાદ રીક્ષા ચાલક કોઇ જગ્યાએ રીક્ષા મુકી સુઈ જતો અને અને બીજા આરોપીઓ ખેતરાઉ રસ્તે થઈ જી.આઈ.ડી.સી વિસ્તારમાં ગમે તે કંપનીમાં જતા રહેતા અને હાથ વડે કંપનીનુ શટર ઉંચુ કરી અથવા તો અન્ય કોઇપણ રીતે કંપનીમાં અંદર જઈ કોપરની જ ચોરી કરતા હતા. પોલીસ આરોપીઓના રીમાન્ડ મેળવી હજી વધુ કોપર ચોરીના ભેદ ઉકેલાય તેવી સંભાવના સેવીને પુછપરછ ચાલુ છે.
સુત્રધાર સહિત પકડાયેલા આરોપીઓ
(૧) પપ્પુ દીતાભાઈ ડામોર ઉ.વ. ૨૪ ધંધો. મજુરી હાલ રહે, મકરપુરા એરફોર્સ પાસે, વડોદરા. મુળ રહે. ટોડી, તા.કુશલગઢ જી. બાસવાડા (રાજસ્થાન)
(૨) સતીષ બાબુભાઈ ડામોર ઉ.વ. ૨૧ ધંધો. મજુરી હાલ રહે. જાંબુવા બ્રીજ નીચે, ખુલ્લી જગ્યામાં, વડોદરા ,મુળ રહે. ટોડી (કસવાડી) તા.કુશલગઢ જી. બાસવાડા (રાજસ્થાન)
(૩) તેજમલ બહાદુર ડામોર ઉ.વ. ૨૦ ધંધો. મજુરી હાલ રહે. મકરપુરા ડેપો, બરફની કંપની પાસે, વોલ્મે કંપનીની ઉપર હોલમાં, વડોદરા . મુળ રહે. મસ્કા છોટા તા.કુશલગઢ જી. બાસવાડા (રાજસ્થાન)
(૪) ભિમરાજ છગનલાલ પરમાર ઉ.વ. ૨૪ ધંધો. મજુરી હાલ રહે. જ્યુપીટર સર્કલ, બરફ ફેક્ટરીની બાજુમાં, મકરપુરા જી.આઈ.ડી.સી. વડોદરા. મુળ રહે. ડુંગલાપાની, પોષ્ટ. લોહરીયા, તા.કુશલગઢ જી. બાસવાડા (રાજસ્થાન)
(૫) ક્રિષ્ણા વિજયભાઈ ગોદડીયા ઉ.વ. ૨૩ ધંધો. રિક્ષા ડ્રાઈવીંગ રહે. ૧૫, જલારામ નગર, ઝુપડપટ્ટી, મહાનગર પાસે, ડભોઈ રોડ, પ્રતાપનગર, વડોદરા.
(૬) ગોપાલભાઈ શંકરભાઈ સામરીયા ઉ.વ. ૫૪ હાલ રહે-દ્રારકાનગર સુશેન વડસર રોડ જી.આઈ.ડી.સી કોલોની સામે ખોડીયાર માતાના મંદિરવાળી ગલી વડોદરા. (ભંગાર લેનાર) સાથે ચાર સગીર પણ ગુનામાં સંડોવાયેલા મળી આવ્યા હતા.
કબ્જે કરેલો મુદામાલ
(૧) કોપર વાઈન્ડીંગ નંગ ૧૨ તેમજ કોપર તારના બોબીન નંગ ૦૩ એક કિલોગ્રામ કોપરની અંદાજે કીંમત રૂ. ૯૦૦ લેખે કુલ આશરે ૧૮૦ કિલોગ્રામ કોપરની કીંમત રૂપિયા 1.62 લાખ,50 હજારની ઓટોરીક્ષા,૯ મોબાઈલ 30.500 રૂપિયામળીને કુલ 2.42.500નો મુદ્દામાલ કબજે કર્યો હતો.