Vadodara

કોન્ટ્રાક્ટ પર કામ કરતા કર્મીઓએ મ્યુનિસિપલ કમિશનરની ગાડી રોકતા ચાલતા જવાની ફરજ પડી






વર્ષો થી પોતાની માંગ સાથે સફાઈ કર્મચારીઓ અને વડોદરા મહાનગર પાલિકા વિવિધ વિભાગો માં કોન્ટ્રાક્ટ પર કામ કરી રહેલા રોજમદાર અને છૂટક પર કામ કરતા 700 થી વધારે કર્મચારી આજે તેઓના નેતા અશ્વિન સોલંકી સાથે પાલિકાની મુખ્ય કચેરીએ કાયમી કરવાની માંગ સાથે પહોંચી ગયા હતા. ત્યારે મુખ્ય ગેટ બંધ કરી દેતા સફાઈ કામદારના નેતા અશ્વિન સોલંકી અને સાથે આવેલા કર્મચારીઓએ પાલિકા સામે રોષ વ્યકત કરતા હાય હાય ના નારા લગાવ્યા હતા. ગતરોજ આવેલા 700 થી વધારે હંગામી કર્મચારી કોન્ટ્રાક્ટ ના કર્મચારી વિવિધ વિભાગમાં કામ કરતા કોન્ટ્રાક્ટ પર કામ કરતા કર્મચારીઓએ પાલિકા બહાર હલ્લાબોલ મચાવ્યો હતો ત્યારે મ્યુનિસિપલ કમિશનર તેઓનું આવેદન લેવા દિવસ દરમિયાન ન આવતા 700 થી વધારે કર્મચારી અને તેઓના નેતા અશ્વિન સોલંકી રોષે ભરાયા હતા. જેના કારણે તેઓ ગેટની પાસેથી હટ્યા ન હતા. ત્યારબાદ રાત્રે મ્યુનિસિપલ કમિશનર દિલીપરાણા પોતાના નિવાસસ્થાન જવા માટે પાલિકામાંથી નીકળતા તેઓની ગાડી કોન્ટ્રાક્ટ ના કર્મચારીઓએ રોકી અને પોતાની માંગ સ્વીકારવા માટે જણાવેલું 700 થી વધારે કર્મચારીઓ ગાળીને ઝેરી વાર્તા મ્યુનિસિપલ કમિશનર દિલીપ રાણા પોતાની કારમાંથી નીકળી ચાલતા પોતાના નિવાસસ્થાને જવા મજબૂર બન્યા હતા.
દિલીપ રાણા નું કહેવું છે તેઓનું આવેદનપત્ર સ્વીકારી લેવામાં આવ્યું છે અને આગળની કાર્યવાહી માટે પણ તેઓએ કર્મચારીઓને દિલાસો આપ્યો છે છતાં આજે સવારથી કોર્પોરેશનના મુખ્ય ગેટ પર પોતાના નેતા સાથે હજારથી વધારે લોકોને લઈ હંગામો કરવામાં આવી રહ્યો છે. આજે અત્યારે હું મારા ઘર નિવાસ્થાને જવા નીકળ્યો ત્યારે મારી ગાડી ને રોકી આગળ ન વધવા દીધી. ત્યારબાદ મારે ચાલતા મારા નિવાસસ્થાને જવાની પરિસ્થિતિ ઉભી થઈ હતી જેથી હું ચાલતો મારા નિવાસ્થાને પહોંચ્યો હતો. પોલીસ બંદોબસ્ત હોવા છતાં કોન્ટ્રાક્ટ કર્મીઓએ મારી ગાડી અટકાવી હતી તેઓનું કહેવું છે કે આ અયોગ્ય છે.

Most Popular

To Top