Vadodara

કોન્ટ્રાક્ટર દ્વારા વિશ્વામિત્રી નદીમાં જોડાતી કોતરને કચરાપેટી બનાવી દેવાઈ


મહાનગરપાલિકા માત્ર નોટિસ આપી સંતોષ માને છે

વડોદરાની એસએસજી હોસ્પિટલના કર્મીઓ માટે ક્વાટર્સ બનાવનાર કોન્ટ્રાક્ટર દ્વારા વિશ્વામિત્રી નદીમાં જોડતી કોતરને કચરાપેટી બનાવવામાં આવી રહી હોવાનું ધ્યાને આવ્યું છે. જેને પહલે વિશ્વામિત્રી બચાવો સમિતિના શૈલેષ અમીન દ્વારા ઘટના સ્થળે પહોંચીને વિરોધ દર્શાવવામાં આવ્યો હતો.

શૈલેષ અમીને જણાવ્યું હતું કે, એક તરફ વડોદારમાં પૂર આવ્યા બાદ મોટા ખર્ચે વિશ્વામિત્રી અને કાંસને ડિસિલ્ટીંગ માટેના કરાર થઇ રહ્યા છે. તે કરારમાં કોર્પોરેટરો વાંધા ઉભા કરી રહ્યા છે. તેવા સમયે કોન્ટ્રાક્ટરોની જવાબદારી છે કે વિશ્વામિત્રી નદી પાસેની બહુચરાજી કાંસ, રૂકમણી ચૈનાનીનું મકાન બની રહ્યું છે. તેની બાજુમાં પતરાના શેડ ઉભા કરવામાં આવ્યા હતા. જે નદીના 30 મીટરમાં આવતા હોવાથી તોડી પાડવામાં આવ્યા હતા. ત્યારે આ કોન્ટ્રાક્ટર દ્વારા પથ્થરો તોડી તોડીને તેનો કચરો બહુચરાજી કાંસમાં નાંખી રહ્યા છે. એક રીતે આ પુરાણ થઇ રહ્યું છે. બહુચરાજી કાંસ, આરાધના ટોકીઝ પાસે પુરાણ થઇ રહ્યું છે. અને લોકોના પૈસે ટેન્ડર બહાર પાડીને તેને ખાલી કરવામાં આવે છે. આ બધી વાતો પર ધ્યાન રાખવાની જવાબદારી પાલિકાના એન્જિનિયરોની છે.
સમગ્ર મામલે પાલિકાના એન્જિનિયર પ્રણવ શુક્લાએ જણાવ્યું કે, કાંસમાં સફાઇ કાર્ય કરવાનું હોવાથી અમે તે જગ્યાએ વિઝીટમાં ગયા હતા. ત્યારે ધ્યાને આવ્યું કે, એસએસજી હોસ્પિટલના જે ક્વાટર્સ બની રહ્યા છે, તેના વેસ્ટનો નિકાલ ત્યાં નાંખવામાં આવે છે. અમે તેમને નોટીસ આપી છે. અને ડેબરીઝ દુર કરવા જણાવ્યું છે. અમારા ધ્યાને આવ્યું એટલે તેમને તુરંત સાફ કરવા માટે જણાવી દેવામાં આવ્યું છે. PIU ના ડે. એક્ઝીક્યૂટીવ એન્જિનિયર એમ. એલ. દવે કોન્ટ્રાક્ટરના લુલા બચાવમાં આવ્યા હતા. તેમણે જણાવ્યું કે, પૂર વખત જે કચરો આવી ગયો હતો, તેને દુર કરવા જણાવી દીધું છે. 10 દિવસમાં કચરો હટી જશે, અમારે ત્યાં રીટનીંગ વોલ બનાવવાનું પ્લાનીંગ છે, આ કચરો તેમ પણ હટી જ જવાનો છે. આ કાર્ય જાણી જોઇને કરવામાં આવ્યું નથી. નાની જગ્યામાં સરકારી આરોગ્યનું બિલ્ડીંગ આપણે બનાવી રહ્યા છીએ. આપણે જગ્યાની ખોટ છે. વરસાદના કારણે થોડું ધોવાઇને પડ્યું છે, તે હટાવી દઇશું.

Most Popular

To Top