Vadodara

કોઠી ચારરસ્તા પાસે નશો કરીને ઝઘડો કરતા ઇસમને રાવપુરા પોલીસે ઝડપી પાડ્યો




(પ્રતિનિધિ) વડોદરા તા. 22

શહેરના કોઠી ચારરસ્તા પાસે રાવપુરા પોલીસે નશાની હાલતમાં ઝઘડો કરતા ઇસમને પકડી તેની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

પ્રાપ્ત માહિતી અનુસાર, રાવપુરા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા નાર્મ લોક રક્ષક પંકજ નાગરભાઇએ ગત તા. 21 ફેબ્રુઆરીના રોજ મધરાતે પોલીસ કંટ્રોલ રૂમ તરફથી વર્ધી મળી હતી જેમાં અનુરાધા પટેલે પોલીસ કંટ્રોલ રૂમને જણાવ્યા મુજબ શહેરના રાવપુરા કોઠી ચારરસ્તા પાસે આવેલા રજવાડી ચા પાસે તેમના પિતા સાથે ઝઘડો કરે છે તેના આધારે ત્યાં તપાસ કરતા સામસામે બે પક્ષો ઝઘડો કરતા હતા જેમાં એક ઇસમને સામે કોઇએ મોઢા અને કમરના ભાગે માર માર્યો હોવાથી તેને એસ.એસ.જી.હોસ્પિટલમા સારવાર કરાવી રાવપુરા પોલીસ સ્ટેશને લઇ આવી પૂછપરછ કરતાં તેનું નામ જીનલભાઇ મહેશભાઇ પટેલ હોવાનું તથા તે હૂજરાત ટેકરા સુધરાઇ ક્વાટરના મકાન નંબર 16મા રહેતો હોવાનું જાણવા મળ્યું હતું સાથે જ તેણે શરાબ જેવો નશો કરેલો હોવાનું જણાતા તેની પાસે નશો કરવાનું પરમીટ પણ ન હોય જાહેરમાં નશો કરીને બોલાચાલી કરતો હોય રાવપુરા પોલીસે તેની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

Most Popular

To Top