ભાજપના યુવા મોરચામાં વિખવાદ : પાર્ટી કાર્યક્રમ દરમિયાન પાર્થ પુરોહિતને યુવા કાર્યકરોએ ફટકાર્યો
વિવાદોમાં રહેતા યુવા નેતા પર પોતાનાં જ કાર્યકર્તાઓએ રોષ ઠાલવ્યો
વડોદરા: વડોદરામાં રાહુલ ગાંધીના પૂતળા દહન કાર્યક્રમ દરમિયાન ભારતીય જનતા પાર્ટીના યુવા મોરચાના વિવાદાસ્પદ પ્રમુખ પાર્થ પુરોહિતને યુવા ભાજપના કાર્યકરો એ જ બરાબરનો ઢીબી નાખ્યો હતો. પૂતળાને મારવાના બહાને કાર્યકરોએ પાર્થને ફટકારતા તેનું મોઢું દિવેલ પીધા જેવું થઈ ગયું હતું.

મળતી માહિતી મુજબ, ઘટના દરમિયાન કાર્યક્રમમાં હાજર કેટલાક કાર્યકર્તાઓએ પાર્થની સામેનો રોષ અને ગુસ્સો તેને ફટકારીને કાઢી નાખ્યો હતો. પાર્થ પુરોહિત અગાઉથી જ અનેક વિવાદોમાં ઘેરાયેલો રહ્યો છે. આ પહેલા નવરાત્રી વખતે કેટલો નાગરિકો સાથે તેણે લુખ્ખાગીરી કરતા લોકોએ તેને જાહેરમાં ફટકાર્યો હતો. પાર્ટીનું આંતરિક વર્ગ મોટેભાગે તેની વર્તનશૈલીથી નારાજ જણાય છે. કેટલાક સ્થાનિક નેતાઓએ અગાઉથી જ દબાણ બનાવી તેને દુર કરવાની માંગણી પણ કરી છે, જોકે આ પહેલાના તેના રાજકીય ગોડફાધરને કારણે તે ટકી ગયો હતો. ટપોરી જેવા આ પ્રમુખ સામે હાલના પ્રમુખ જયપ્રકાશ સોની પગલા લે તેવી તેવી યુવા કાર્યકરોની લાગણી છે.
