એસીબી દ્વારા પાલિકા પાસે લેખિતમાં માહિતી માંગવામાં આવશે
તત્કાલિન ટાઉનિંગ ઓફિસરનું પોલીસ સામે એક જ રટણ મે જાઇ કર્યું સાચુ કર્યું છે
પ્રતિનિધિ વડોદરા તા.14
તત્કાલિન ટાઉન પ્લાનિંગ ઓફિસરના રિમાન્ડ દરમિયાન આટલી બધી અપ્રમાણસર મિલકત ક્યાથી આવી તેની પુછપરછ કરતા જે કાઇ મિલકત છે તે કાયદેસરની છે તેવું જણાવી રહ્યો છે. જેથી વડોદરામાં ફરજકાળ દરમિયાન કોઇ ટીપી સ્કીમ સહિતના વિવિધ કામોમાં ગેરરીતી કરવા બાબતે તેના વિરુદ્ધ કોઈ આક્ષેપ કે રજૂઆત થઇ હતી ? તેની માહિતી માટે મહાનગર પાલિકા પાસે એસીબી દ્વારા માંગવામાં આવશે.
વડોદરા શહેર સહિત વિવિધ શહેરમાં સરકારી અધિકારી તરીકે ફરજ બજાવી ચુકેલા સુરતના ટાઉન પ્લાનિંગ ઓફિસર વિરુદ્ધ પોતાની આવક કરતા મોટી માત્રામાં અપ્રમાણસર મિલકત ભેગી કરવા વડોદરા એસીબીમાં ગુનો દાખલ કરાયો હતો. ત્યારે એસીબી દ્વારા તેના ઘરમાં ,બેન્ક સહિતના વિવિધ પાસાઓ પર તપાસ કરતા હતા. તેની રેગ્યુલર આવક કરતા રૂ.1.57 કરોડની મિલકત વધારે બતાવી હતી. ત્યારે આટલી મોટી સંપતી ભેગા કેવી રીતે કરી તેના પુછપરછ કરવા માટે એસીબીની ટીમે આરોપીના ત્રણ દિવસના રિમાન્ડ મેળવ્યા છે. જેમાં પહેલા પોલીસ દ્વારા તેના બેન્કના ટ્રાન્ઝેક્શનો બાબત તથા મિલકતો કેટલા કેવી રીતે કોની પાસેથી વસાવી તેની પુછપરછ કરાઇ રહી છે. જેમાં આરોપીએ જે કાઇ કર્યું છે તે તમામ લીગલ કર્યું છે તેવુ લાંચિયો અધિકારી પોલીસને જણાવી રહ્યો છે. ત્યારે વડોદરામાં ફરજ કાળ દરમિયાન કેટલી ટીપી સ્કીમ સહિતના કામમાં આરોપી દ્વારા ભ્રષ્ચાચાર કર્યો હોય હતો? અને તેના વિરુદ્ધ કોઇ ફરિયાદ, આક્ષેપ કે રજૂઆત થઇ હોય તેની વિગતો માટે એસીબી દ્વારા વડોદરા મહાનગર પાલિકામાં ઓનલાઇન રેકોર્ડની માહિતી માંગવામાં આવશે.