Vadodara

કેશ ડોલ નહિ એક ડોલ પીવાનું ચોખ્ખું પાણી આપો, પૂર અસરગ્રસ્ત લોકોનો પોકાર




છાણી તથા હરણી ગામની ટાંકીએથી આજે પાંચમા દિવસે નાગરિકોને પીવાના પાણીનું નહિ મળતાં સ્થાનિકોમાં રોષ જોવા મળ્યો હતો. લોકોનું કહેવું છે કેશ ડોલ નહિ પીવાનું એક ડોલ ચોખ્ખું પાણી આપો .
બંને પાણીની ટાંકીઓ પાણીમાં ગરકાવ થઈ ગયેલી છે. બંને પાણીની ટાંકીનું લોકાર્પણ ૨૦૧૫માં કરવામાં આવ્યું હતું. છાણી પાણીની ટાંકીથી પ્રભાવિત દોઢથી બે લાખની વસ્તી તથા સંપૂર્ણ હરણી ગામ તથા એરપોર્ટ પાછળનો આખો પટ્ટો મળીને ત્રણથી ચાર લાખની વસ્તીને આજે પાંચમા દિવસે પાણી વિતરણ થઈ શકશે નહીં. બંને ટાંકીઓ ઊંડાણવાળા વિસ્તારમાં બનાવેલી હતી. ૨૦૧૯માં પણ આ જ પરિસ્થિતિનું નિર્માણ થયેલું હતું લોકોના ટેક્સના પૈસે બનાવેલી ટાંકીઓ જો લોકોને પાણી ન આપી શક્તી હોય તો શું નાગરિકોનો વેરો તંત્ર માફ કરશે ? આટલા દિવસથી લોકો વેચાતું પાણી લાવીને વાપરે છે ને પીવે છે તેનો ખર્ચો કોણ આપશે? તેવો સવાલ વોર્ડ નંબર એકના કોર્પોરેટર પુષ્પાબેન વાઘેલાએ ઉઠાવ્યો છે.

Most Popular

To Top