Vadodara

કેર ગ્રૂપ કંપની, ડભાસા ખાતે બ્રહ્માકુમારી અટલાદરા દ્વારા રક્તદાન શિબિર યોજાઈ

પ્રજાપિતા બ્રહ્માકુમારી વિશ્વ વિદ્યાલય અટલાદરા ના બિલ સબ સેન્ટર ધ્વારા પાદરા તાલુકાના ડભાસા ખાતે આવેલ કેર ગ્રૂપ કંપનીમાં રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે મોટી સંખ્યામાં કર્મચારીઓ તથા સમાજજનોએ ઉત્સાહપૂર્વક રક્તદાન કર્યું હતું.

બ્રહ્માકુમારી સંસ્થા દ્વારા 22 થી 25 ઓગસ્ટ દરમિયાન ભારતના વિવિધ સેવા કેન્દ્રોમાં રાષ્ટ્રીય સ્તરે રક્તદાન ઝુંબેશનું આયોજન કરવામાં આવ્યું છે. સંસ્થાનો ઉદ્દેશ એકસાથે એક લાખ મહત્તમ રક્તદાન એકત્ર કરી વિશ્વ રેકોર્ડ રચવાનો છે. આ અભિયાનના ભાગરૂપે ડભાસા ખાતેનો આ કેમ્પ સફળતાપૂર્વક યોજાયો.

કાર્યક્રમની શરૂઆત કેર ગ્રૂપ કંપનીના સીઇઓ પારૂલબેન , ચેરમેન જાગૃત ભાઈ દવે તેમજ પ્રજાપિતા બ્રહ્માકુમારી બિલ સબ સેન્ટર ના સંચાલિકા પૂનમ દીદી સહિતના મહાનુભાવો દ્વારા દીપ પ્રગટાવી શિબિર નો પ્રારંભ કરવામાં આવ્યો હતો.

પૂનમ દીદીએ જણાવ્યું હતું કે “રક્તદાન એ મહાદાન છે. કેર ગ્રૂપ કંપની સતત સામાજિક કાર્યોમાં આગવું સ્થાન ધરાવે છે. આજે કંપનીના કર્મચારીઓ સહિત ઘણા લોકોએ નિઃસ્વાર્થ ભાવથી 250 જેટલી બોટલનું રક્તદાન કરી માનવતા માટે ઉમદા યોગદાનપૂરું પાડ્યું છે.”

Most Popular

To Top