Vadodara

કેતન ઈનામદારને ઉશ્કેરતી પોસ્ટ મુક્તા ખુદ ભાજપના જ નેતા વિનોદ રબારી



ભાજપ સરકારને સોશિયલ મિડિયામાં સાવલી તાલુકા પંચાયતના ઉપપ્રમુખે ગાળો ભાંડી


વડોદરા: રાજકોટની ગેમ ઝોનની ઘટના પછી સોશિયલ મીડિયા પર પોસ્ટ મૂકી સરકાર સામે પડવાની હાકલ ખુદ સાવલી ભાજપના નેતા અને સાવલી તાલુકા પંચાયતના ઉપપ્રમુખ વિનોદ ઉર્ફે વાલજી રબારીએ કરતા ભાજપમાં વિવાદ ઉભો થયો છે.
રબારીએ સરકારને ગાળ દઈ લખ્યું છે કે આ સરકારમાં અગ્નિ કાંડ થાય, પૂલ તૂટી જાય, શું આ લોકો કરી શકવાના હતા, કેતનભાઈ તમારે જ આ સરકારની વિરુદ્ધમાં પડવું પડશે. કઈક કરવું પડશે. હવે તો હદ થઈ ગઈ .
આ પોસ્ટ વાયરલ થયા બાદ ખુદ ભાજપના નેતા જ સરકાર સામે પડ્યા હોવાથી વિવાદ ઊભો થયો છે. કેતન ઈમાનદાર અવારનવાર સરકાર સામે શિંગડા ભેરવતા હોવાથી તેમની ઉશ્કેરણી કરવામાં આવી હોય તેવું માનવામાં આવી રહ્યું છે. આ વિનોદ રબારી કેતન ઇનામદારના ખાસ માણસ ગણાય છે. વિનોદ રબારીએ કરેલી આ પોસ્ટ કેટલાક કાર્યકરો દ્વારા પ્રદેશ પ્રમુખને પણ મોકલવામાં આવી આવી છે અને આવું પક્ષ અને સરકાર વિરોધી કૃત્ય કરનારને તાત્કાલિક હાંકી કાઢવાની પણ માગ કરવામાં આવી છે.
હાલમાં તાલુકા પંચાયતના ઉપપ્રમુખ વિનોદ રબારી અગાઉ સાંસદ રંજનબેન ભટ્ટની ભલામણથી એરપોર્ટ સલાહકાર સમિતિના સભ્ય પણ રહી ચૂક્યા હોવાનું જાણવા મળે છે.

Most Popular

To Top