Vadodara

કુલપતિની આપખુદશાહી : એમ.એસ.યુનિ.ના 200 વિદ્યાર્થીઓના ટોળા સામે રાયોટિંગનો ગુનો દાખલ

પ્રતિનિધિ વડોદરા તા.4

હોસ્ટેલ અને મેસની ફી મુદ્દે એમ એસ યુનિ.ના વિદ્યાર્થીઓ દ્વારા દ્વારા ચીફ વોર્ડનને આવેદનપત્ર આપી રજુઆત કરી હતી. તેમછતાં નિરાકરણ નહી આવતા આખરે 200 ઉપરાંતના વિદ્યાર્થીઓનું ટોળી કમાટીબાગ સામે કુલપતિના નિવાસસ્થાનમાં ધસીગયું હતું ત્યાં સિક્યુરીટ સ્ટાફ સાથે ઘર્ષણ પર ઉતરી આવ્યા હતા ત્યારબાદ કમ્પાઉન્ડ વોલ કુદીને મુખ્યદરવાજાના નુક્સાન પહોંચાડ્યું હતું. જેથી વિજિલન્સ ઓફિસરે ટોળા સામે રાયોટિંગનો ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરી છે. વિદ્યાર્થીઓ સામે ફરિયાદ દાખલ થતાં કુલપતિની આપખુદશાહી ફરી એક વખત બહાર આવી છે.

એમ એસ યુનિવર્સિટીમાં વિદ્યાર્થીઓએ હોસ્ટેલ એને મેસની ફી બાબતે 28 જુનના રોજ મેઇન બિલ્ડિંગ ખાતે ચીફ વોર્ડનને રજૂઆત કરી હતી અને તેમની માગણી સંદર્ભે આવેદનપત્ર પણ આપ્યું હતું. ત્યારબાદ 200 ઉપરાંત વિદ્યાર્થીઓનું ટોળુ ભેગુ થયું હતુ અને કમાટીબાગ સામે આવેલા  એમ એસ યુનિ.ના કુલપતીના ઘરે ધસી ગયું હતું. ત્યાં સિક્યુરિટી સ્ટાફ સાથે ઘર્ષણ કરીને ટોળાએ કુલપતિના મકાનની કમ્પાઉન્ડ દિવાલ કુદીને મુખ્ય દરવાજા પર લગાવેલા ફાઇબરની તોડફોડ કરી હતી. ઉપરાંત વિજિલન્સ તથા પોલીસે અટકાવતા ટોળુ વધુ ઉગ્ર બન્યું હતું અને કુલપતિના ઘરની આગળ વિદ્યાર્થીઓના ટોળાએ બેસી રામધૂન કરી હતી. જેથી રજિસ્ટ્રાર ચુડાસમા, ચીફ વોર્ડન વિજય પરમાર અને પીઆરઓ હિતેશ રવૈયાએ સ્થળ પર દોડી આવીને ટોળા સાથે વાતચીત કરી મેસ ફી જુના નિયમ મુજબ ચાલુ રહેશે તેવી ખાતરી આપતા ટોળુ શાંત પડ્યું અને કુલપતિના ઘરની બહાર નીકળી ગયું હતું. ટોળાના વિડીયો તથા ફોટા પાડેલા હોય તેના આધારે વિજિલન્સ ઓફિસર સુદર્શનસિંહ કરણસિંહ વાળાએ સયાજીગંજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે 200 ઉપરાંતના ટોળા સામે આઇપીસી 143,147,447.427 મુજબ ગુનો દાખલ કાર્યવાહી હાથ ધરી છે.

Most Popular

To Top