મકાનની દિવાલ પડતા માતા ,પુત્ર ઇજાગ્રત, સારવાર દરમિયાન માતાનું મોત
દિવાલ પડવાનો અવાજ થતા ગામ લોકો દોડી આવ્યા
વાઘોડિયા તાલુકાના કુમેઠા ગામે ગત રાતે તારીખ 29 ના રોજ સમી સાંજે આશરે આઠેક વાગ્યાના સુમારે ભારે વરસાદ પડવાના કારણે મકાનની દિવાલ ધારાશાહિ થતાં તેની નીચે માતા પુત્ર બંને દબાઈ જતા માતાનું સારવાર દરમિયાન મોત નિપજ્યુ હતું. વાઘોડિયા તાલુકાના કુમેઠા ગામે કુવાવાળા ફળિયામાં રહેતા સુનિલભાઈ ગંભીરભાઈ ગોહિલ ઉંમર વર્ષ 24 પોતાની માતા તારાબેન ગંભીરભાઈ ગોહિલ ઉંમર વર્ષ 48 સાથે રાત્રિના લગભગ આઠ વાગ્યાની આસપાસ જમવા માટે પોતાની આવાસની ઓરડીમાં બેસી જમતા હતા તે દરમિયાન તેમના બાજુમાં આવેલ જુના ઘરની કાચી માટીની દિવાલ ભારે વરસાદના કારણે તુટીને આવાસના મકાન પર પડતા આવાસની દિવાલ ધડાકાભેર તૂટી પડી હતી જેને નીચે જમવા બેઠેલા માતા અને પુત્ર બંને દબાયા હતા. દિવાલ પડવાનો અવાજ સાંભળી આસપાસ રહેતા લોકો દોડી આવ્યા હતા અને દિવાલના કાટમાળ નીચે દબાએલ માતા પુત્રને બહાર કાઢ્યા હતા. જે દરમિયાન તારાબેનને શરીરે ગંભીર પ્રકારનો ગેબી મારવા વાગવાના કારણે બેભાન બની ગયા હતા જ્યારે પુત્ર સુનિલને બંને ખભે પગના ભાગે તથા ડાબા જડબાના ભાગે ઇજાઓ પહોંચી હતી ગ્રામજનો દ્વારા તાત્કાલિક 108 મારફતે માતા પુત્રની જરોદ રેફરલ હોસ્પિટલ ખાતે સારવાર માટે ખસેડ્યા હતા જ્યાં માતાનું ટૂંકી સારવાર દરમિયાન હોસ્પિટલના બીછાને મોત નીપજ્યું હતું જ્યારે ઈજાગ્રસ્ત પુત્રની સારવાર શરૂ કરવામાં આવી હતી. કુમેઠા ગામે બનેલી આ ઘટનાના પગલે ગામમાં શોકની લાગણી ફેલાઈ ગઈ હતી