પ્રયાગરાજ કુંભ ના મેળામાં તા.24-25 જાન્યુઆરીએ આંતરરાષ્ટ્રીય હિન્દુ સંમેલન :
મફતમાં રહેવાની,કરોડો હિન્દુઓને મદદની વ્યવસ્થા કરી અને લાખો ગામમાં હિન્દુત્વનો સંદેશ અમે કુંભ દ્વારા મોકલવાના છે. : ડો.પ્રવીણ તોગડિયા
( પ્રતિનિધિ )વડોદરા,તા.31
આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદના રાષ્ટ્રીય અધ્યક્ષ ડો.પ્રવિણ તોગડિયા આજે વડોદરા ની મુલાકાતે આવ્યા હતા. જ્યાં કાર્યકરો સાથે શુભેચ્છા મુલાકાત કરી આ વખતના કુંભમેળામાં કરવામાં આવેલા આયોજન અંગે માહિતી પૂરી પાડી હતી.
વડોદરા શહેરમાં 31મી ડિસેમ્બરની ઉજવણી કરવામાં આવી છે, તો બીજી તરફ આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ ના રાષ્ટ્રીય અધ્યક્ષ પ્રવીણ તોગડીયા વડોદરાના મહેમાન બન્યા હતા. મકરપુરા વિસ્તારમાં કાર્યકરો સાથે શુભેચ્છા મુલાકાત કરી હતી સાથે તેમણે માહિતી આપતા જણાવ્યું હતું કે, આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ બજરંગ દળ રાષ્ટ્રીય મહિલા પરિષદ ઓજસ્વીની આખા દેશમાં ગામડે ગામડે અને શહેરની ગલીઓમાં દર શનિવારે હનુમાન ચાલીસા કેન્દ્રનું અભિયાન શરૂ કર્યું છે, અને આવા હજારો હનુમાન ચાલીસા ચલાવનારને પ્રયાગરાજના કુંભમેળામાં અમે તારીખ 24 અને 25 જાન્યુઆરીએ બોલાવ્યા છે. ત્યાં બહુ જ મોટું આંતરરાષ્ટ્રીય હિન્દુ સંમેલન થવાનું છે. કુંભમેળામાં આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ, રાષ્ટ્રીય બજરંગ દળ , રાષ્ટ્રીય મહિલા પરિષદ ઓજસ્વીની મળીને 15 જગ્યાએ રસોડા ચલાવ્યા છે. જેમાં એક કરોડ લોકોને ખવડાવવાની યોજના બનાવી છે. અમારા દ્વારા દરરોજ 8000 લોકોની મફતમાં રહેવાની કુંભમાં વ્યવસ્થા છે. અમે એક લાખ કંબલની કંબલ બેગ બનાવી છે. દોઢસો રૂપિયા આપો અને કુંભમાં કંબલ લઈ જાવ. પાછા જતી વખતે પરત આપી અને દોઢસો રૂપિયા લઈ જાવ એવું જ એક ભયંકર ઠંડીમાં ગરમ પાણી મળે એટલે અમે ગરમ પાણીના ખાસ બેગ 150 રૂપિયા આપો અને ગરમ પાણી લઈ જાવ અને જતી વખતે ત્યારે એ ગ્લાસ પાછા આપશો અને પરત 150 રૂપિયા લઈ જજો. એવો જ 500 જગ્યાએ અમે મોબાઈલ ચાર્જિંગના પોઇન્ટ આપી રહ્યા છે. આવી મોટી વ્યવસ્થા અમે કુંભમાં કરી છે. કોઈએ પણ રહેવાની વ્યવસ્થા જોઈએ તો ગુગલમાં હિન્દુ હેલ્પલાઇન.in ટાઈપ કરો તમને કુંભમાં માં રહેવાની વ્યવસ્થાનું ફોર્મ આવશે એ ભરો તો અમારે ત્યાં જગ્યા હશે. ત્યાં સુધી મફતમાં રહેવાની વ્યવસ્થા કરીશું અને કરોડો હિન્દુઓને મદદની વ્યવસ્થા કરી છે અને આની સાથે લાખો ગામમાં હિન્દુત્વનો સંદેશ અમે કુંભ દ્વારા મોકલવાના છે.