Vadodara

કીટ વિતરણ માટે આવેલ શિક્ષણ મંત્રીને નાગરિકે કર્યો આગળ વધવાનો ઈશારો..



પ્રતિનિધિ વડોદરા તા. 2
વડોદરા શહેરની વિશ્વામિત્રી નદીમાં આવેલા પૂર બાદ રાજકીય પાર્ટીઓનો નાગરિકો દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે. ધારાસભ્ય હોય કે કોર્પોરેટર હોય, ભાજપ હોય કે કોંગ્રેસ હોય, રોષે ભરાયેલા નાગરિકો દ્વારા જુદી જુદી રીતે વિરોધ દર્શાવવામાં આવી રહ્યો છે. કેટલીક સોસાયટીઓમાં લોકો દ્વારા રાજકીય પાર્ટીઓને પ્રવેશ ન કરવા માટે પોસ્ટર પણ લાગવામાં આવ્યા છે. અરે ક્યાંક સેવા કાર્ય માટે ગયેલા રાજકીય પાર્ટીના નેતાઓને કડવો અનુભવ પણ થયો છે. ભારતીય જનતા પાર્ટી ની છાપ ન બગડે તે માટે ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવી સતત વડોદરાની મુલાકાત કરી રહ્યા છે અને ભારતીય જનતા પાર્ટીના નેતાઓ દ્વારા થયેલ ભૂલો પર પડદો નાખવાની કામગીરી પણ કરી રહ્યા છે. વર્તમાનમાં ભારતીય જનતા પાર્ટી દ્વારા વડોદરા શહેર અને જિલ્લામાં કીટ વિતરણનું કામ હાથ ધરવામાં આવ્યું છે. આજે ગુજરાતના શિક્ષણ મંત્રી કુબેર ડીંડોરની આગેવાની માં શહેરના વાઘોડિયા રોડ પરની સોસાયટીઓમાં કીટ વિતરણ કરવામાં આવી રહ્યું હતું. ત્યાંના એક રહીશે શિક્ષણ મંત્રીને આગળ વધવાનો ઈશારો કર્યો હતો અને શિક્ષણ મંત્રી નીચે મોઢું કરીને ત્યાંથી રવાના થઈ ગયા હતા. અદ્રશ્ય જોઈને તેવું જણાઈ આવે છે કે શહેરના નાગરિકો રાજકીય પાર્ટીના નેતાઓ વિરુદ્ધ ખૂબ જ રોષ ભરાયેલો છે અને ચોક્કસથી તેની અસર આગામી ચૂંટણીઓમાં પણ જોવા મળશે.

Most Popular

To Top