Vadodara

કિશનવાડી ખાતે ઓટો રિક્ષામાંથી અંગ્રેજી દારૂ અને બિયરના જથ્થા સાથે બે ઝડપાયા

કિશનવાડી સુદામાપુરી મેલડી માતાજીના મંદિર નજીક થી ઓટો રિક્ષામાંથી અંગ્રેજી દારૂ અને બિયર સહિત કુલ 1.09લાખ ઉપરાતના મુદામાલ સાથે બે ઝડપાયા

અંગ્રેજી દારુની બોટલ નંગ 334 જેની કિંમત રૂ.45,090અને બિયરના ટીન નંગ -24 જેની આશરે કિંમત રૂ 4,320, મોબાઇલ ફોન નંગ 02જેની આશરે કિંમત રૂ 10,000 તથા ઓટો રિક્ષા જેની અંદાજે કિંમત રૂ 50,000નો મુદામાલ કબજે કર્યો

(પ્રતિનિધિ) વડોદરા તા. 24

પાણીગેટ પોલીસને પેટ્રોલિંગ દરમિયાન મળેલી બાતમીના આધારે શહેરના કિશનવાડી વિસ્તારમાં આવેલા સુદામાપુરી મેલડી માતાજીના મંદિર નજીક બે ઇસમોને ઓટોરિક્ષામાથી ભારતીય બનાવટના અંગ્રેજી દારુની બોટલો તથા બીયરના ટીન સાથે કુલ રૂ 49,140,બે નંગ મોબાઇલ ફોન જેની આશરે કિંમત રૂ 10,000 તથા ઓટો રિક્ષા જેની અંદાજે કિંમત રૂ 50,000મળીને કુલ રૂ 1,09,410ના મુદામાલ સાથે ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

પ્રાપ્ત માહિતી અનુસાર, પાણીગેટ પોલીસ સ્ટેશનના પોલીસ કર્મીઓ પેટ્રોલિંગ માં હતા તે દરમિયાન મળેલી બાતમીના આધારે શહેરના કિશનવાડી વિસ્તારમાં આવેલા સુદામાપુરી મેલડી માતાજીના મંદિર નજીક એક ઓટો રિક્ષા જેનો રજીસ્ટ્રેશન નંબર જીજે -06-બી ડબલ્યુ -0735 માંથી બે ઇસમો નામે કેતન શૈલેષભાઇ કાયસ્થ (રહે. ભાથીજી મહારાજના મંદિર પાછળ ગણેશનગર -2,ડભોઇરોડ) તથા રાહુલ વિજયભાઇ ઠાકોર (રહે. વિષ્ણુ પ્રોવિઝન સ્ટોર ની બાજુમાં, ગણેશનગર -2, ડભોઇ રોડ) ને ઝડપી પાડી રિક્ષામાં તપાસ કરતાં ભારતીય બનાવટના અંગ્રેજી વ્હિસ્કીની બોટલ નંગ -334 જેની આશરે કિંમત રૂ 45,090, બિયરના ટીન નંગ -24 જેની આશરે કિંમત રૂ 4,320 તથા બે નંગ મોબાઇલ ફોન જેની આશરે કિંમત રૂ 10,000 તથા ઓટો રિક્ષા રજીસ્ટ્રેશન નં.જીજે-06-બી ડબલ્યુ -0735 જેની અંદાજે કિંમત રૂ 50,000 મળીને આશરે કુલ રૂ 1,09,410 ના મુદામાલ સાથે ઝડપી બંને ઇસમો વિરૂધ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Most Popular

To Top