Vadodara

કિશનવાડી કૃત્રિમ તળાવ ખાતે જીવના જોખમે નાના બાળકો પાસેથી બાળ મજૂરી કરાવનાર કોન્ટ્રાકટર વિરુદ્ધ કાર્યવાહીની માગ

પાલિકાના સિક્યુરિટી કર્મીઓની ઉપસ્થિતિમાં જ કોન્ટ્રાકટર દ્વારા બાળકો પાસેથી મજૂરી કરાવતા કોન્ટ્રાકટર ને રોકવામાં ન આવ્યો?

(પ્રતિનિધિ) વડોદરા તા. 13

શહેરના કિશનવાડી વિસ્તારમાં આવેલા કૃત્રિમ તળાવ ખાતે થોડા સમય પહેલા વિસર્જન કરવામાં આવેલી દશામાની પ્રતિમાઓને બહાર કાઢી પાલિકાની ગાડીમાં અન્યત્ર ખસેડવામાં આવી રહી છે જેના માટે કોન્ટ્રાકટર દ્વારા ઉંડા તળાવમાં બાળકો પાસેથી બાળ મજૂરી કરાવાઇ રહી હોવાના મુદ્દે સામાજિક કાર્યકર દ્વારા કોન્ટ્રાકટર તથા ત્યાં હાજર પાલિકાના સુરક્ષા કર્મીઓ વિરુદ્ધ શિક્ષાત્મક પગલાં લેવાની માંગ કરવામાં આવી છે

થોડાક દિવસો પહેલા શહેરમાં દશામાં ના દસ દિવસના વ્રતની પૂર્ણાહુતિ બાદ પાલિકા દ્વારા નિયત કરાયેલ કૃત્રિમ તળાવમાં પ્રતિમાઓનું વિસર્જન કરવામાં આવ્યું હતું જેમાંના એક કિશનવાડી કૃત્રિમ તળાવમાં પણ દશામાની પ્રતિમાઓનું વિસર્જન કરવામાં આવ્યું હતું હવે પાલિકા તંત્ર દ્વારા અહીંથી પ્રતિમાઓને બહાર કાઢી અન્યત્ર ખસેડવાની કામગીરી હાથ ધરી છે ત્યારે કિશનવાડી સ્થિત કૃત્રિમ તળાવ કે જે ઉંડુ છે અને તેમાં પાણી છે ત્યાં કોન્ટ્રાકટર દ્વારા વિવિધ વિસ્તારના નાના નાના બાળકો પાસેથી તેઓના જીવના જોખમે સુરક્ષા વ્યવસ્થા વિના પ્રતિમાઓ કાઢી બાળમજૂરી કરાવવામાં આવી રહી છે નવાઇની વાત તો એ છે કે અહીં પાલિકાના સુરક્ષા કર્મીઓ પણ હાજર હોવા છતાં બાળમજૂરી રોકવાની કોશિશ પણ કરી ન હતી બીજી તરફ માંઇ ભક્તો ની લાગણીઓ દુભાય તે રીતે દશામાની પ્રતિમાઓને પાલિકાના કચરા કલેક્શન ની ગાડીમાં લઈ જવામાં આવી રહી હોય શહેરના સામાજિક કાર્યકર કમલેશ પરમાર દ્વારા સમગ્ર મામલે મ્યુનિસિપલ કમિશનર ને કોન્ટ્રાકટર તથા ત્યાં હાજર સુરક્ષા કર્મીઓ વિરુદ્ધ શિક્ષાત્મક પગલાં લેવાની માગણી કરી છે સાથે જ તેમણે હિન્દુઓની લાગણી દૂભાતી હોવાના આક્ષેપ કર્યા હતા

Most Popular

To Top