Vadodara

કાશીવિશ્વનાથ તળાવની પાળી નમી જતા મોટી દુર્ઘટનાનો ભય



લાલબાગ રોડ પર આવેલા તળાવની અંદરની બાજુએ પાળી નમતા સોસાયટીઓમાં ગંભીર જોખમ; તંત્ર તરફથી કોઈ પગલાં નહિં

વડોદરા: શહેરના લાલબાગ રોડ પર આવેલા કાશીવિશ્વનાથ તળાવની પાળી અને ફેન્સિંગ હવે ખૂબ જ નમી ગયા છે, જેના કારણે ગંભીર જોખમ ઊભું થયું છે. આ તળાવને અડીને રાજસ્થંભ સહિત પાંચ સોસાયટી આવેલી છે, જ્યાં દર વર્ષે ચોમાસા દરમિયાન પાણી ભરાઈ જાય છે. છતાં, મ્યુનિસિપલ કોર્પોરેશન અથવા સંબંધિત તંત્ર દ્વારા તળાવની સમસ્યાના નિવારણ માટે કોઈ ગંભીર પગલાં લેવામાં આવ્યા નથી.


તળાવની અંદરની બાજુની પાળિ અને ફેન્સિંગ નમી જવાથી ગંભીર દુર્ઘટનાનો ભય ઊભો થયો છે. સ્થાનિક રહેવાસીઓ અને સોસાયટીના સભ્યો ચિંતિત છે. તેઓ ભય વ્યક્ત કરે છે કે, જો પાળિ તૂટી પડે તો સોસાયટીના મકાનોમાં પાણી ભરાઈ જવાનો અને મોટી જાનહાનિનો ભય ઊભો થશે. આવી જોખમી સ્થિતિ હોવા છતાં, સંબંધિત તંત્ર દ્વારા કોઈ ગંભીર પગલાં લેવામાં આવ્યા નથી.
આ વિષયે સ્થાનિક રહેવાસીઓએ સરકારી અધિકારીઓ અને મ્યુનિસિપલ કોર્પોરેશનને લખીને કે ફોન કરીને ફરિયાદ કરી છે, પરંતુ કોઈ ગંભીર કામગીરી હાથ ધરવામાં આવી નથી. હવે સવાલ ઊભો થાય છે કે, જો તળાવની દિવાલ તૂટી પડે અને મોટી દુર્ઘટના થાય તો તેની જવાબદારી કોણ લેશે?
સોસાયટીના સભ્યો અને રહેવાસીઓએ કહ્યું છે કે, “અમે દર વર્ષે ચોમાસા દરમિયાન આ સમસ્યાનો સામનો કરીએ છીએ. પરંતુ આ વર્ષ પાળિયો ખૂબ જ નમી ગયા છે અને કોઈપણ સમયે તૂટી પડી શકે છે. આથી અમે ખૂબ ચિંતિત છીએ. સરકાર અને મ્યુનિસિપલ કોર્પોરેશને તરત જ પગલાં લેવા જોઈએ.”

આટલી જોખમી સ્થિતિ હોવા છતાં, સંબંધિત તંત્ર દ્વારા કોઈ પગલાં લેવામાં આવ્યા નથી. સ્થાનિકો અને સોસાયટીના સભ્યો ચિંતિત છે અને સરકારી અધિકારીઓ તરફથી ઝડપી પગલાંઓની માંગ કરે છે.

Most Popular

To Top