પ્રતિનિધિ, બોડેલી
છોટાઉદેપુર જિલ્લાના બોડેલી નગર સહિત આસપાસના વિસ્તારોમાં છેલ્લા બે દિવસથી વાતાવરણમાં અચાનક પલટો જોવા મળી રહ્યો છે. બુધવારે સાંજના સમયે આકાશમાં કાળાધબ વાદળો છવાઈ જતા હળવા વરસાદી છાંટા પડ્યા હતા, જેના કારણે ઉનાળાની ધગધગતી ગરમી વચ્ચે વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી અને લોકોને ગરમીમાંથી રાહતનો અનુભવ થયો હતો.

જો કે બીજી તરફ અચાનક બદલાયેલા આ વાતાવરણને કારણે ખેડૂતોમાં ચિંતા પણ વધી છે. હાલ કેટલાક ખેડૂતોના તૈયાર પાક ખેતરોમાં ખુલ્લા પડ્યા હોવાથી વધુ વરસાદ વરસે તો નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે. આજે પડેલા વરસાદી છાંટાઓને લઈને ખેડૂત વર્ગમાં ચિંતાનું વાતાવરણ જોવા મળ્યું હતું.
રિપોર્ટર— ઝહીર સૈયદ,