Kalol

કાલોલ શામળદેવી ચોકડી પાસે લકઝરી બસે અડફેટે લેતાં બાઇક સવારનું મોત

અગાઉ છ જેટલા સ્પીડ બ્રેકર મુકી બાદમાં ત્રણ કાઢી નાખવામાં આવ્યા હતા. જે સ્પીડ બ્રેકર નહી હોવાથી વાહનચાલકો બેફામ બની વાહનો હંકારતા વારંવાર અકસ્માતના ભોગ બને છે

કાલોલ:;કાલોલ શામળદેવી ચોકડી પાસે લકઝરી બસે બાઇકને અડફેટે લેતાં બાઇક પર સવાર ઇસમનું ઘટનાસ્થળે કમકમાટીભર્યું મોત નિપજ્યું હતું.
કાલોલ શામળદેવી ચોકડી પાસે ગોધરા વડોદરા હાઈવે રોડ ઉપર એક લકઝરી બસે બાઇકને અડફેટે લેતાં બાઇક પર સવાર મોટી શામળદેવી ગામના સોમાભાઇ નું ઘટનાસ્થળે કમકમાટીભર્યું મોત નિપજતાં મૃતકના પરિવારજનોમાં ગમગીની છવાઈ ગઈ હતી. પ્રાપ્ત માહિતી અનુસાર કાલોલ તાલુકાના મોટી શામળદેવી ગામના સોમાભાઇ મોહનભાઇ પરમાર ઘરેથી કાલોલ ખાતે જવા માટે નીકળ્યા હતા અને શામળદેવી ચોકડી પાસે રોડ ક્રોસ કરતી વખતે રાત્રીના સાડા દશેક વાગ્યાના અરસામાં એક લક્ઝરી ટ્રાવેલ્સ બસ નંબર એમપી-44-ઝેડડી-2592 ની પુરઝડપે અને ગફલત ભરી રીતે હંકારી લઈ આવી સોમાભાઇની મોટર સાયકલ નંબર જીજે-17-પી-9838 ને ટક્કર મારી દેતા સોમાભાઇને રોડ ઉપર નીચે પાડી દેતા તેઓને માંથાના ભાગે તથા ડાબા હાથે તેમજ શરીરે ગંભીર પ્રકારની ઇજાઓ પહોંચાડી સ્થળ પર મોત નિપજ્યું હતું. લકઝરી બસ ચાલકે અકસ્માત બાદ મૃતકની મોટરસાયકલને શામળદેવી પાટિયા થી છેક વૃંદાવન હોટલ સુધી ઘસડી ગયો હતો.જે અંગેની ફરિયાદ મરણ જનારના ભાઇ શનાભાઈ મોહનભાઈ પરમાર દ્વારા કાલોલ પોલીસ સ્ટેશનમાં નોંધાવતા પોલીસે આગળની તપાસ હાથ ધરી છે.

સ્થાનિક રહીશોએ આ ગોધરા-વડોદરા હાઈવે રોડ પર સતત વધી રહેલા અકસ્માતોને ધ્યાને લઈને વાહન વ્યવહાર માટે વધુ સુરક્ષા વ્યવસ્થા ગોઠવવાની તાકીદ કરી છે. જ્યારે બીજી તરફ આ દુર્ઘટના બાદ મૃતકના પરિવારજનોમાં ગમગીની છવાઈ ગઈ છે. આ ચોકડી પાસે વારંવાર અકસ્માત થતા હોય છે અને નિર્દોષ લોકો પોતાનો જીવ ગુમાવી બેસે છે ત્યારે યોગ્ય અંતરે બંપ મુકાય તેવી સ્થાનીક ગ્રામજનોની માંગ છે.
શુક્રવારે સાંજના સમયે શામળદેવી પાટિયા પાસે ગ્રામજનો એકત્ર થઈ ચક્કા જામ કર્યા હતો. ચોકડી પાસે યોગ્ય રીતે સ્પીડ બ્રેકર મુકવા માંગ કરી છે. જામ ને પગલે પોલીસ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. ટોલ કંપની ના અધિકારી પણ પહોંચ્યા હતા અને બે દિવસમાં આ સ્થળે સ્પીડ બ્રેકર મુકવા સમજાવટ કર્યા બાદ ટ્રાફિક રાબેતા મુજબનો થયો હતો

Most Popular

To Top