Kalol

કાલોલ મોઢ સમાજ મહિલા મંડળ દ્વારા ધોરણ 10 અને 12ના જ્ઞાતિના વિદ્યાર્થીઓને શુભેચ્છાઓ


કાલોલ:
કાલોલ સ્થિત દશામોઢ સમાજની વાડીમાં મોઢ સમાજ મહિલા મંડળ દ્વારા આગામી બોર્ડ પરીક્ષાને ધ્યાનમાં રાખી ધોરણ 10 અને ધોરણ 12માં અભ્યાસ કરતા જ્ઞાતિના વિદ્યાર્થીઓને શુભેચ્છા કાર્યક્રમ યોજાયો હતો. આ પ્રસંગે મહિલા મંડળના પ્રમુખ યોગીતાબેન અતુલકુમાર શાહ તેમજ કારોબારી સમિતિની તમામ બહેનો ઉપસ્થિત રહ્યા હતા.
કાર્યક્રમ દરમિયાન ધોરણ 10 અને 12ના વિદ્યાર્થીઓને પરીક્ષા માટે ઉપયોગી કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું. સાથે જ વિદ્યાર્થીઓને આવનારી બોર્ડ પરીક્ષામાં આત્મવિશ્વાસ સાથે મહેનત કરી સારા ગુણ મેળવી સમાજ તથા દેશનું નામ રોશન કરે તેવી શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી.
મહિલા મંડળના સભ્યોએ વિદ્યાર્થીઓને પરીક્ષાને દબાણ વગર સામનો કરવા, સમયનું યોગ્ય આયોજન કરવા અને લક્ષ્ય પર ધ્યાન કેન્દ્રિત રાખવા માટે પ્રોત્સાહિત કર્યા હતા. આ કાર્યક્રમથી વિદ્યાર્થીઓમાં ઉત્સાહ અને આત્મવિશ્વાસ જોવા મળ્યો હતો.
કાર્યક્રમના અંતે મહિલા મંડળ દ્વારા આવા પ્રોત્સાહક કાર્યક્રમો ભવિષ્યમાં પણ સતત યોજવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરવામાં આવી હતી.

રિપોર્ટર: વીરેન્દ્ર મહેતા

Most Popular

To Top